બાળકના જન્મ પછી આ રીતે આપો પત્નીને સાથ, સંબંધમાં વધશે પ્રેમ અને મીઠાશ
Support Your Wife After Childbirth: લગ્ન પછી દરેક સ્ત્રીના જીવનમાં પરિવર્તન આવે છે. તેના પર નવી જવાબદારીઓ આવે છે. બાળક થયા પછી પતિ-પત્નીના સંબંધોમાં પણ ઘણા ફેરફારો આવે છે. હવે તેઓ પતિ-પત્નીમાંથી માતાપિતા બની ગયા છે. આ સાથે જ તેમની જવાબદારીમાં પણ વધારો થાય છે. તેમજ આ સમય દરમિયાન તેમના સંબંધોમાં ઘણી સમસ્યાઓ ઊભી થવાનો ભય પણ રહે છે.
એવામાં જો તમારી પત્નીએ બાળકને જન્મ આપ્યો હોય તો તમારે તેને દરેક પગલે ટેકો આપવો જોઈએ. એવા આજે ડિલિવરી પછી પત્નીની સંભાળ કેવી રીતે રાખવી અને તેને કઈ રીતે ટેકો આપવો તે વિશે જાણીશું.
જીવનસાથીની પરિસ્થિતિને સમજો
ગર્ભાવસ્થા પછી, સ્ત્રીઓને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું જોખમ રહેલું છે. તેમજ એ વાત પણ સાચી છે કે બાળકની જવાબદારીઓ પિતાના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં, પતિ-પત્ની બંનેએ પોતાના જીવનસાથીની પરિસ્થિતિને સમજવી જોઈએ અને તેમને તેમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. પરસ્પર સમજણ અને સહયોગથી, તમે તમારા સંબંધોને સમસ્યાઓ અને તકરારથી બચાવી શકો છો.
ઘરના કામમાં મદદ કરો
આ સમયે, પત્નીનું સંપૂર્ણ ધ્યાન બાળક અને તેના સ્વસ્થ થવા પર હોય છે, તેથી પતિએ ઘરના કામમાં મદદ કરવી જોઈએ. પછી ભલે તે રસોડાના કામ હોય, કપડાં ધોવાના હોય કે ઘરની સફાઈ હોય. જો તમે આ બાબતો પર ધ્યાન આપશો તો તમારી પત્નીને પણ તે ગમશે. તમે તેમને રાહત પણ આપી શકશો.
બાળક સંભાળમાં મદદ કરો
નવજાત બાળકની સંભાળ રાખવી એ ફક્ત માતાની જવાબદારી નથી, પરંતુ બંનેની છે. રાત્રે બાળક ઉઠી જાય અથવા તેનું ડાયપર બદલવાની કે પત્નીને ખવડાવવામાં મદદ કરવાની જવાબદારી પણ પતિની છે. આનાથી પત્નીને રાહત મળશે. તમારા બાળકની પણ યોગ્ય રીતે સંભાળ થઇ શકશે.
પૈસા બાબતે પણ ચર્ચા કરો
સ્વાભાવિક છે કે બાળક થયા પછી જવાબદારીઓની સાથે ખર્ચમાં પણ ઘણો વધારો થાય છે. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં તમને કોઈ નાણાકીય સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે, તમારા ખર્ચ અને બચતનું અગાઉથી આયોજન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.