નવી દિલ્હી, 24 નવેમ્બર 2019, રવિવાર
જીવનની દોડધામના કારણે આપણી પાસે એવી ક્ષણો બચતી નથી જેમાં આપણે પરીવાર સાથે શાંતિથી સમય પસાર કરી શકીએ. તેના કારણે સ્થિતિ એવી સર્જાય છે કે કે રજાના દિવસે પણ આપણા કામમાં કોઈ ગડબડી થઈ જાય તો દિવસમાં પરીવાર સાથે સમય પસાર કરવાની તક મળતી નથી.
દરેક વ્યક્તિ એટલી ભાગ્યશાળી હોતી નથી કે તે રજામાં ફરવા જઈ શકે. તો પછી રવિવાર સહિત અન્ય રજાઓમાં એવું શું કરવું જેથી પરીવાર સાથે સમય સારી રીતે પસાર થાય અને અન્ય દિવસોનો માનસિક થાક પણ દૂર થાય.
ઘરે કંઈક ખાસ બનાવો
જો તમને રસોઈ બનાવવાનો શોખ છે, તો તમે રવિવાર અથવા રજાઓ પર કેટલીક ખાસ વાનગીઓ બનાવી શકો છો. જો તમને રસોઈ ન આવડતી હોય તો તમે યૂટ્યૂબની મદદથી પણ વાનગી બનાવી પરીવારના સભ્યો માટે તૈયાર કરી શકો છો.
ગેમ્સ રમો
મોબાઈલ ફોનએ લોકોનો વધારાનો સમય છીનવી લીધો છે. તેવામાં લોકો રજાના દિવસે પણ પરિવાર સાથે બેસવાનું ભૂલી જાય છે અને ફોન પર સમય પસાર કરવા લાગે છે. આમ કરવાના બદલે રજાના દિવસે ઘરમાં દરેક વ્યક્તિ ફોનને છોડી અને એવી ગેમ્સ રમે જેમાં સૌ કોઈ સાથે સમય પણ પસાર કરી શકે. જેમકે લુડો, કેરોમબોર્ડ વગેરે.
ઘરે મૂવી જુઓ
તમે તમારી પસંદ પ્રમાણે ફિલ્મ પણ જોઈ શકો છો, જો તમે પાર્ટનર સાથે હોય તો તમે રોમેન્ટિક ફિલ્મ જુઓ અને બાળકો પણ હોય તો કોઈ કાર્ટુન કે કોમેડી ફિલ્મ જોવી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
શોખ પૂરા કરો
દિવસ રાત દોડધામ કરતાં મોટા ભાગના લોકો પોતાના શોખ શું છે તે ભૂલી જ જાય છે. તો રજાનો દિવસ આ કામ માટે ફાળવી શકાય છે. રજાના દિવસે તમારા શોખ પૂર્ણ કરો છો.
ડિનર ડેટ
જો તમે તમારા જીવનસાથી સાથે જ રહો છો તો પછી રજાના દિવસે જમવા માટે ઘરની બહાર જવાને બદલે ઘરને જાતે ડેકોરેટ કરીને ઘરે જમવા માટે ડેટ જેવો માહોલ બનાવો.


