ઉનાળામાં લુઝ આઉટફીટથી સ્ટાઈલિશ બનાવો લુક
અમદાવાદ, 30 મે 2019, ગુરુવાર
વાતાવરણ બદલવાની સાથે જ ફેશન પણ બદલી જાય છે. જેમ કે ઉનાળો આવે એટલે લાઈટ રંગ, કોટન, ખુલ્લા કપડાની ફેશન શરૂ થઈ જાય છે. ઉનાળામાં લેડીઝ હોય તે જેન્સ તેઓ એવા કપડા પહેરવાનું પસંદ કરે છે જેમાં ગરમી પણ ન થાય અને તેઓ ફેશનેબલ પણ દેખાય. ઉનાળામાં કેવા આઉટફીટ પહેરવા તે પણ જાણી લો.
ઉનાળાની ગરમીમાં પણ કંફર્ટેબલ ફીલ કરવા માટે લૂઝ જીન્સ પહેરવા જોઈએ. આ પ્રકારના જીન્સ પહેરવાથી હરવા ફરવામાં પણ અનુકૂળતા રહે અને તમે મિત્રો વચ્ચે ફેશનપરસ્ત પણ દેખાવ. લૂઝ જીન્સ સાથે ટાઈટ ટોપ પહેરવું જેથી તમને લોકો નોટિસ પણ કરે.
જો તમે કુર્તા પહેરતા હોય તો લૂઝ કુર્તા પસંદ કરવા. આજકાલ તો મોનોક્રોમેટિકની પણ ફેશન છે તો તમે લૂઝ ક્યૂલોટ્સ પણ પહેરી શકો છો. ફોર્મલ લુક માટે લૂઝ ડેનિમ અને લોન્ગ શર્ટ પહેરો. આ પોષાક સાથે ખુલ્લા વાળ અને રેડ લિપસ્ટિક લગાવો.
જો તમે શોર્ટ ડ્રેસની પસંદગી કરો તો તેની સાથે વાઈટ ફૂટવેર ટ્રાય કરવા. તેનાથી તમારો લુક તો બેસ્ટ લાગશે જ પરંતુ તમને કંફર્ટેબલ પણ રહેશે.