પુરુષો માટેના ખાસ ફેસપેક, ચહેરો બનાવશે સોફ્ટ
એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની ત્વચા વધારે કડક હોય છે, તેથી તેની ખાસ કેર લેવામાં આવે તે જરૂરી છે. એ જ રીતે છોકરાઓએ એમના મેકઅપ અને બ્યુટી ટિપ્સને પણ સરખી રીતે સમજવા જોઈએ, મોટાભાગના પરિવારોમાં પુરુષો એ જ બ્યુટી પ્રોડક્ટ વાપરે છે જે સ્ત્રીઓ માટે બનાવાયેલા છે. જો કે આજે અમે તમને પુરુષો માટેના ખાસ ફેસપેક વિશે જાણાવીશું જે એમના માટે બહુ યૂઝફૂલ બની રહેશે.
મિલ્ક ફેસપેક
મિલ્ક ફેસપેક બહુ લાભદાયી છે. એક તો એ હોમમેડ છે અને કેમિકલયુક્ત ક્રીમ્સ કરતા વધારે પ્રભાવશાળી પણ છે. દૂધનો ફેસપેક સ્કીનમાં અંદર સુધી જઇને ડેડ સ્કીનને રિકવર કરવામાં મદદ કરે છે. આ માટે એક વાડકીમાં કાચુ દૂધ લઇને એને રૂથી એને આખા ચહેરા પર લગાવો.
પપૈયાનો પેક
પપૈયાને કાપીને- મસળીને એની પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી દૂધ મિક્સ કરીને મિશ્રણ બનાવો. તેને ચહેરા પર વ્યવસ્થિત લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. પેક સુકાય એટલે ચહેરો ધોઈ નાંખો.
બનાના પેક-
બારેમાસ મળતાં કેળાનો ફેસપેક પણ ત્વચામાં નિખાર લાવે છે. તેનામાં રહેલા ગુણ ત્વચામાં અંદર સુધી જઇને કામ કરે છે. જેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે.