શું તમે જાણો છો દવાના પત્તામાં ખાલી જગ્યા શા માટે હોય છે ?
અમદાવાદ, 25 ડિસેમ્બર 2018, મંગળવાર
આપણે અનેકવાર નાની-મોટી બીમારી સહન કરવી પડી હોય છે. બીમારીમાંથી સ્વસ્થ થવા માટે ડોક્ટર આપણને દવા આપે છે. પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે દવાના પત્તા વચ્ચે થોડી થોડી જગ્યા છોડવામાં આવેલી હોય છે. આ જગ્યા શા માટે હોય છે તેના વિશે ક્યારેય વિચાર્યું છે ?
આ પ્રશ્નનો જવાબ આજે તમને મળશે. દવાઓના પત્તા વચ્ચે જગ્યા એ કારણથી હોય છે કે દવાના કેમિકલ એકબીજા સાથે ભળી ન જાય. જો કેમિકલ એકબીજા સાથે ભળી જાય તો કેમિકલ રિએક્શન થઈ જાય છે. આ જગ્યા દવાની સુરક્ષા માટે પણ હોય છે. તેનાથી દવાને એક જગ્યા થી બીજે લઈ જવામાં તેને નુકસાન થતું નથી.
આ જગ્યાનું કારણ એ પણ હોય છે કે કેટલીક ટેબલેટ એવી હોય છે જે એક પત્તામાં એક જ રાખવામાં આવે છે. તેવી ટેબલેટની જાણકારી લખવા માટે પણ જગ્યાની જરૂર પડે છે. તે જાણકારી છાપી શકાય તે માટે આ જગ્યા રાખવામાં આવે છે.