Get The App

પ્રવાસમાં ખાસ કરો સ્કિન કેર, ઉનાળાની 7 ટિપ્સ

Updated: Mar 27th, 2019

GS TEAM

Google News
Google News

પ્રવાસમાં નીકળો એટલે ધૂળ, તડકો, થાક, ટાઈમ-બેટાઈમ ખાવાનું વગેરે સામાન્ય વાતો છે. આવામાં તમારે તમારી સ્કિનની સંભાળને અવગણવી ના જોઈએ. આવો જાણીઇ કે પ્રવાસમાં સ્કિનની સંભાળ કેવી રીતે રાખી શકાય.

પ્રવાસમાં ખાસ કરો સ્કિન કેર, ઉનાળાની 7 ટિપ્સ 1 - image

1. ઉનાળો, શિયાળો કે કોઈપણ સીઝન હોય ઘરની બહાર નીકળો એટલે સનસ્ક્રીન લગાવીને જ નીકળો.

2. પ્રવાસમાં જાઓ એટલે ટેનિંગ થવું સામાન્ય સમસ્યા છે. તેનાથી બચવા માટે અઠવાડિયે એકવાર સ્ક્રબ અવશ્ય કરો. આમ કરવાથી મૃત ત્વચા દૂર થવાથી ચહેરો સાફ દેખાશે.

3. ટ્રાવેલિંગમાં મોઈશ્ચરાઈઝ, ક્લીન્ઝર, હેન્ડ ક્રીમ જેવી પ્રોડક્ટને પોતાના પર્સમાં જરૂર રાખો.

4. જો દરિયાકિનારે જતાં હોવ તો સ્કીનની ખાસ કાળજી લો. જેથી દરિયાના ખારા પાણીથી સ્કીનની કુદરતી સુંદરતા બગડી ના જાય.

પ્રવાસમાં ખાસ કરો સ્કિન કેર, ઉનાળાની 7 ટિપ્સ 2 - image

5. સમુદ્રમાં નાહ્યાં પછી સાફ પાણીથી ફરીથી જરૂર નહાઓ.

6.જો ગરમ કે તડકાવાળી જગ્યાએ ફરવા ગયા હોવ તો પાછા આવીને સનબર્નનો પ્રભાવ ઘટાડવા માટે ઠંડા દૂધથી ચહેરાની માલિશ કરો.

7. પ્રવાસમાં લાગતા થાક અને નિસ્તેજ ત્વચાની સમસ્યાથી બચવા માટે, સ્કીનની પોષણ મળે તે માટે  લગભગ 20 મિનિટ માટે એગ માસ્ક કે બીજો કોઈ માસ્ક લગાવો.

Tags :