| Image Envato |
તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
ભારતમાં મોટાભાગના ગામડાઓમાં વડનું ઝાડ હોય છે. કેટલીક જગ્યાએ તો તે વિશાળકાય પથરાયેલું જોવા મળે છે. શહેરોમાં ઓછા જોવા મળતુ હોય છે. આ વૃક્ષ અનેક રીતે ઉપયોગી છે. વડના ઝાડમાં એન્ટિમાઈક્રોબાયલ, એન્ટીઓક્સીડેન્ટ, કેમિકલ, હેન્સન, બ્યુટેનોલ, એજીન આલ્બ્યુમિન, મેલીનિક એસિડ, હાઈપોગ્લાયકેમિક જેવા અનેક પદાર્થો રહેલા છે, જે માનવ શરીરમાં થતી અનેક ગંભીર બીમારીઓને જડમાંથી ખત્મ કરવામાં મદદ કરે છે.
ખીલ કે ચામડીમાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી તરત જ રાહત મળે છે
નિષ્ણાતોના કહેવા પ્રમાણે વડમાં ચામડીના રોગો માટે ઔષધિયો ગુણો રહેલા છે જે એક સંજીવની તરીકેનું કામ કરે છે. ચામડીના રોગમાં વડના પાંદડાનો લેપ લગાવવાથી રાહત થાય છે તેમજ જો ખીલ થયા હોય કે ચામડીમાં ખંજવાળ આવતી હોય તેવી જગ્યાઓ પર લગાવવામાં આવે તો તરત જ રાહત મળે છે. આ ઉપરાંત ઝાડના નાની નાની કુંપળો પાંદડા, વડના મૂળ અને છાલને ભેગુ કરીને ઉકાળો બનાવી, તેનું સેવન કરવાથી પેટના રોગોમાં રાહત થાય છે જેમકે, ઝાડા અને મરડોમાં તરત રાહત થાય છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક રહે છે.
ઘણા રોગોમાં ફાયદાકારક છે વડ
વડની ડાળીનો ટુથ બ્રસ તરીકે તેનો ઉપયોગ કરવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.
જ્યારે તેનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે.
શરીરમાં સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓ જો વડના પાંદડાનું સેવન કરે તો તેમને દુખાવામાં રાહત થાય છે.
વડની ડાળીઓ કે પાંદડામાંથી નીકળતા દૂધનો મલમ તરીકે ઉપયોગ કરી શકાય છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વૃક્ષ એન્ટીઓક્સિડન્ટ છે. વડ ઔષધીય છોડ છે અને તે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જોવા મળે છે. વડની છાલ, પાંદડા અને મૂળની પેસ્ટ બનાવીને ચામડી પર લગાવવાથી ચામડીના રોગ થોડા દિવસોમાં જ ગાયબ થઈ જશે.


