FOLLOW US

હોળીમાં અજમાવો આ 5 ઘરેલુ નુસ્ખા, નહીં થાય રંગોથી સ્કિન એલર્જી

Updated: Mar 2nd, 2023


- એલોવીરા દરેક પ્રકારની સ્કીન એલર્જીથી આપણને પ્રોટેક્ટ કરે છે

અમદાવાદ, તા. 02 માર્ચ 2023, ગુરૂવાર

હોળી એટલે કે, ખૂબ મસ્તી અને ગુલાલ. રંગોનો તહેવાર એટલે હોળી. આમ તો હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે પરંતુ લોકોમાં હોળીનો ઉત્સાહ હમણાથી જોવા મળી રહ્યો છે. લોકો હોળી પાર્ટી અરેન્જ કરી રહ્યા છે અથવા રંગોની ખરીદી કરી રહ્યા છે. જોકે, બજારમાં મળતા રાસાયણિક રંગોના કારણે લોકોને હમણાથી જ હોળીમાં સ્કીન એલર્જીનો ડર સતાવી રહ્યો છે. રંગોના કારણે ત્વચા પર ફોલ્લીઓ, બળતરા, ખંજવાળ વગેરેની સમસ્યા શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે તમારે ઘભરાવાની જરૂર નથી. જો તમે કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જાણી લો તો સ્કીન એલર્જીની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો.

દહીંનો ઉપયોગ કરો

જો તમે સ્કીનને એલર્જીથી બચાવવા માંગો છો તો ત્વચા પર દહીંનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને પોષણ આપવાની સાથે સાથે તેને એલર્જીથી બચાવવામાં મદદ કરશે. તમે તેમાં ચણાનો લોટ, દાળનો પાવડર પણ વાપરી શકો છો. જો ત્વચા પર બળતરા થતી હોય તો હોળી રમ્યા બાદ આખા શરીર પર દહીં લગાવો અને થોડી વાર સુકાવા દો, પછી પાણીથી ધોઈ લો.


ઘી અપ્લાઈ કરો

જો હોળી રમત વખતે તમને તમારી સ્કીન પર કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય અથવા બળતરા અનુભવાય તો તમે તરત જ ત્વચા ધોઈ તેના પર ગાયના ઘીની માલિશ કરો. થોડા જ સમયમાં સ્કીનની સમસ્યા શાંત થઈ જશે. 

નારિયેળનું તેલ

જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમે હોળી રમતા પહેલા ત્વચા પર નારિયેળ તેલ લગાવી શકો છો. તેનાથી ત્વચા પર રાસાયણિક રંગોની અસર ઓછી થશે અને તે ત્વચાની પ્રથમ સપાટી પર એક લેયર બનાવશે. આ રીતે એલર્જીની શક્યતાઓ પણ ઓછી થઈ જશે.

બેસનનો ઉપયોગ

સૌ પ્રથમ, પાણી અને ચણાના લોટનું દ્રાવણ બનાવો અને હોળી રમ્યા પછી, તમે તેની મદદથી ત્વચાના રંગોને દૂર કરી શકો છો. આ માટે તમે પહેલા ત્વચાને ધોઈ લો અને પછી આ સોલ્યુશનને આખા શરીર પર ક્રીમની જેમ લગાવો. તમે તેને એક બાઉલમાં 4 ચમચી ચણાનો લોટ, એક ચમચી હળદર અને પાણી મિક્સ કરીને બનાવી શકો છો. જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમે તેમાં નારિયેળ અથવા સરસવનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો. આમ કરવાથી રંગો કોઈપણ નુકસાન કર્યા વિના સરળતાથી ઉતરી જશે.

એલોવીરાનો ઉપયોગ

એલોવીરા દરેક પ્રકારની સ્કીન એલર્જીથી આપણને પ્રોટેક્ટ કરે છે. એલોવીરામાં એન્ટી એલર્જી, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કીનને સંક્રમણ અથવા ફોલ્લીઓથી બચાવે છે. પરંતુ જો એલર્જી કંટ્રોલમાં ન આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો. 

Gujarat
News
News
News
Magazines