મોજા પહેર્યા વિના જે લોકો પહેરે છે જૂતા તેમના માટે જરૂરી છે જાણવી આ વાત
અમદાવાદ, 24 એપ્રિલ 2019, બુધવાર
આજકાલની ફેશનમાં મોજા પહેર્યા વિના જૂતા પહેરવાનો ટ્રેંડ છે. યુવકો હોય તે યુવતીઓ આ ટ્રેંડ તેઓ ફોલો કરે છે. પરંતુ ફેશન પરસ્ત લોકો એ વાત નથી જાણતા કે આમ કરવું તેમને સમસ્યામાં મુકી શકે છે. જી હાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ આદત લોકો માટે હાનિકારક છે.
ગરમીઓના દિવસોમાં લોકો સૌથી વધારે આ ફેશનને ફોલો કરે છે. પગમાં પરસેવો ન થાય તે માટે લોકો જૂતા પહેરે છે પરંતુ મોજા પહેરવાનું ટાળે છે. પરંતુ આ આદત તેમના માટે જોખમી છે. સામાન્ય રીતે એક દિવસમાં પગમાંથી 300 મિલીમીટર પરસેવો નીકળે છે તો તમે સમજી શકો છો કે મોજા વિના પરસેવો જૂતામાં સુકાઈ જાય તે શક્ય નથી. તેવામાં પરસેવાનો સીધો સંપર્ક પગની ત્વચા સાથે થાય છે અને તેનાથી બેક્ટેરિયા થવા લાગે છે. આ આદત એથલીટ ફૂટ જેવી સમસ્યા સર્જી શકે છે.
મોજા વિના લેધર, સિંથેટિકના જૂતા પહેરવાથી હવા જૂતાની અંદર જતી નથી અને ધૂળ, પરસેવાના કારણે પગમાં ઈંફેકશન થઈ શકે છે. આ ઈંફેકશનના કારણે પગમાં ફોલ્લા પણ થાય છે. ખાસ કરીને આંગળાની વચ્ચે આ ફોલ્લીઓ થતી જોવા મળે છે.
જો તમારે ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો જૂતા ક્યારેય મોજા વિના પહેરવા નહીં. આ ઉપરાંત પગના તળીયામાં થતો દુખાવો અને ખંજવાળને પણ ક્યારેય નજરઅંદાજ કરવા નહીં તેનો ઉપાયો ઝડપથી કરવો.
આ ઉપરાંત જૂતા યોગ્ય સાઈઝના જ પહેરવા. વધારે પડતા ટાઈટ જૂતા પહેરવાથી રક્તસંચાર અટકી જાય છે અને ખરાબ ફીટીંગના જૂતા પહેરવાથી ચાલવામાં સમસ્યા થશે. એટલા માટે હંમેશા બરાબર સાઈઝના જૂતા જ પહેરવા.
જ્યારે પણ બહારથી ઘરમાં આવો એટલે સૌથી પહેલા મોજાં કાઢી નાંખવા, ઉપરાંત રોજ સાફ મોજાંનો જ ઉપયોગ કરવો. વધારે સમય ઓફિસમાં રહેવાનું થતુ હોય તેમણે થોડા થોડા સમયે શૂ લેસ લુઝ કરી દેવી જેથી હવાની અવરજવર થાય અને ત્વચાને નુકસાન ન થાય.