Get The App

લોકડાઉન સાઇડ ઇફેક્ટ : પુરુષોની સરખામણીમાં મહિલાઓના વજનમાં ઝડપી વધારો નોંધાયો

- લોકડાઉન દરમિયાન ઘરમાં કેદ થવાને કારણે લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણા ફેરફાર થયા

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉન સાઇડ ઇફેક્ટ : પુરુષોની સરખામણીમાં મહિલાઓના વજનમાં ઝડપી વધારો નોંધાયો 1 - image

નવી દિલ્હી, તા. 01 જુલાઇ 2020, બુધવાર

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમણમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો પણ કોરોના સામે લડવાના શક્ય એટલા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. દરરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે કેટલાય દેશોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું. જેનાથી કોરોના સંક્રમણને અટકાવવામાં થોડીઘણી મદદ પણ મળી છે. પરંતુ લોકડાઉનના કારણે એક સાઇડ ઇફેક્ટ પણ સામે આવી છે. તાજેતરમાં કરવામાં આવેલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન લોકોનું વજન વધ્યું છે. 

47 ટકા મહિલાઓનું વજન વધ્યું છે

લોકડાઉનની મોટી અસર લોકોની લાઇફસ્ટાઇલ પર પણ પડી છે. લોકોનું ઘરમાં કેદ થવાને કારણે તેમના રોજિંદા કાર્યોમાં ઘણા ફેરફાર થયા છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસ મુજબ 22 ટકા પુરુષ અને 47 ટકા મહિલાઓનું વજન વધ્યું છે. 

ઘણા ઓછા લોકો છે જે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે

કોરોના મહામારીમાં મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં એક જ જગ્યાએ બેસી રહેવું અને શરીરમાં કોઇ પણ પ્રકારની મૂવમેન્ટ ન થવી પણ વજન વધવાનું કારણ બની શકે છે. મોટાભાગના લોકોનો સમય ઘરમાં જ પસાર થઇ રહ્યો છે એવામાં ઘણા ઓછા લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે. આ સાથે જ લોકો પોતાના ડાયેટ પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા નથી. 

ક્વૉરન્ટાઇન પીરિયડ દરમિયાન કેટલાક લોકોનું વજન લગભગ 10 કિલો વધ્યું

અભ્યાસ મુજબ, લોકડાઉનના સમયે 75 ટકા લોકોનું વજન 0.4 થી 4 કિલો સુધી વધ્યું છે. જ્યારે 21 ટકા લોકોનું માનવું છે કે તેમનું વજન 5 થી 8 કિલો સુધી વધ્યું છે. આ ઉપરાંત 4 ટકા લોકોનું કહેવું છે કે ક્વોરન્ટાઇન પીરિયડ દરમિયાન તેમનું વજન લગભગ 10 કિલો જેટલું વધ્યું છે. 

એક્સરસાઇઝ કરવા માટે પણ થોડોક સમય નિકાળો

જો અત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે નહીં તો ભવિષ્યમાં તેમણે અન્ય બીમારીઓ સામે લડવું પડશે. એવામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી જોઇએ અને પોતાના વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં એક્સરસાઇઝ કરવા માટે પણ થોડોક સમય નિકાળવો જોઇએ. 

Tags :