FOLLOW US

Happy Holi: આ વર્ષે કેમિકલયુક્ત રંગોને કહો Bye-Bye! ઘરે જ બનાવો 10-20 રૂપિયામાં કુદરતી રંગો

Updated: Mar 2nd, 2023


અમદાવાદ, તા. 2 માર્ચ, 2023, ગુરુવાર

હોળી રંગોનો તહેવાર છે. આ વર્ષે આ તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો એકબીજાને ગુલાલ, પાણી અને પાક્કા કલર્સથી રંગે છે. આ રંગો બજારમાં સરળતાથી અને સસ્તામાં ઉપલબ્ધ છે પરંતુ તેમાં ખૂબ જ ખતરનાક કેમિકલ પણ હોય છે. 

बुरा न मानो होली है! આમ કહીને રંગોથી મોઢું રંગનારાઓ હવે સાવધાન થઈ જાઓ કેમ કે કેમિકલ કલરની આડ અસર જાણ્યા બાદ તમેજ લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરશો.

બજારમાં ઉપલબ્ધ હોળીના રંગોમાં ઘણા કેમિકલ હોય છે. તેનાથી ત્વચા, વાળ અને આંખોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. આ કિસ્સામાં કુદરતી રંગનો ઉપયોગ શ્રેષ્ઠ છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આવી સ્થિતિમાં ઘરે રંગો બનાવવાની આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે હોળીના રંગો ઘરે કેવી રીતે તૈયાર કરવા....


કેમિકલ રંગો નુકસાનકારક :

હોળીના રંગો પારો, એસ્બેસ્ટોસ, સિલિકા, મીકા અને સીસા જેવા ખતરનાક કેમિકલોથી બનેલા છે. તે સ્કીન અને આંખો માટે ઝેરી હોય છે. તેના ઉપયોગથી એલર્જી, કોર્નિયલ અબ્રેશન કંઝક્ટિવાઈસિસ અને આંખની ઇજાની સમસ્યાઓનું જોખમ રહેલું છે.

કેમિકલને બદલે ઓર્ગેનિક રંગોનો કરો ઉપયોગ

ઓર્ગેનિક રંગો કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે મોટેભાગે સૂકા પાંદડા, ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. તે માત્ર ત્વચા અને સ્વાસ્થ્ય માટે જ સલામત નથી, પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક નથી. આવી સ્થિતિમાં બજારમાંથી રાસાયણિક રંગોને બદલે કુદરતી અથવા ઓર્ગેનિક રંગો લેવું શ્રેષ્ઠ છે.

આ રીતે ઘરે જ બનાવો હોળીના રંગો

હોળીના પ્રાકૃતિક રંગો બજારમાં મોંઘા મળી રહ્યા છે તો તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે તમારે વધારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. તમે લગભગ 10-20 રૂપિયામાં એક રંગ બનાવી શકો છો. આ માટે તમારે માત્ર ફૂડ કલર અને કોર્નફ્લોરની જરૂર પડશે.

  • હોળીના રંગો ઘરે કેવી રીતે બનાવશો
  • એક બાઉલમાં મકાઈનો લોટ લો
  • તમારી પસંદગી મુજબ થોડી માત્રામાં ફૂડ કલર ઉમેરો
  • પછી તેને થોડું થોડું પાણી વાપરીને ચમચી વડે મિક્સ કરો.
  • હવે તેને પાણી વગર બંને હાથ વડે સારી રીતે મિક્સ કરો
  • ત્યારબાદ તૈયાર મિશ્રણને 9-10 કલાક માટે સેટ થવા માટે છોડી દો
  • છેલ્લે તેને મિક્સરમાં પીસી લો
  • હવે તે ઉપયોગ માટે તૈયાર છે
Gujarat
News
News
News
Magazines