Get The App

ચાલ્યા બાદ તમારા હાથ પગમાં સોજા આવવા લાગે છે તો હોઇ શકે છે આ બીમારી

Updated: Oct 19th, 2023

GS TEAM


Google News
Google News
ચાલ્યા બાદ તમારા હાથ પગમાં સોજા આવવા લાગે છે તો હોઇ શકે છે આ બીમારી 1 - image


નવી મુંબઇ,તા. 19 ઓક્ટોબર 2023, ગુરુવાર 

વધતી ઉંમરની સાથે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ થવા લાગે છે. ઘણી વખત એવું બને છે કે, થોડુંક ઝડપથી ચાલ્યા પછી પણ હાથ-પગમાં દુખાવો અને સોજો આવવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

રુમેટાઇમ અર્થરાઇટિસ એક ઓટો ઈમ્યુન રોગ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ આપણને કોઈપણ રોગથી બચાવે છે, પરંતુ ઓટો ઇમ્યુન આપણી ઇમ્યુન સિસ્ટમના હેલ્થી સેલ્સને નુકશાન પહોંચાડે છે.

રુમેટાઇડ અર્થરાઇટિસ લક્ષણો

  • આ રોગમાં સૌથી વધુ દુખાવો સાંધામાં થાય છે.
  • રુમેટોઇડ સંધિવામાં, સૌથી વધુ દુખાવો કાંડા, પગ અને સાંધામાં થાય છે.
  • ક્યારેક આ રોગ એટલું ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે જેના કારણે સાંધામાં લાલાશ દેખાવા લાગે છે. તે એકસાથે હાથ અને પગ બંનેને અસર કરી શકે છે.
  • તેનો સોજો પગ અને હાથની બહાર વધે છે અને ઘૂંટણ, કોણી અને ખભાના સાંધા સુધી પહોંચે છે.
  • જો આ રોગ આગળ વધે તો લખવામાં, કંઇક પકડવામાં, ચાલવામાં કે સીડીઓ ઉતરવામાં તકલીફ પડી શકે છે.
  • આ રોગના દર્દીને વધુ પડતો થાક, નિંદ્રા, ભૂખ ન લાગવી અને તાવ આવી શકે છે.

આ રોગથી બચવા માટે આ એક ખાસ ઉપાય છે

  • આ રોગની સારવાર ઘણી રીતે કરી શકાય છે. તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તમારી જીવનશૈલીમાં કેટલીક ખાસ અને સારી આદતોનો સમાવેશ કરો. 
  • આ સિવાય ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓને ડાયટમાં સામેલ કરો. 
  • દરરોજ કસરત કરો
  • વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાઓ. જેના કારણે સોજાની સમસ્યા ઓછી થાય છે. 
  • દેશી ઘી ને તમારા આહાર નો એક ભાગ બનાવો જેથી તમારા હાડકા મજબૂત રહે. આમ કરવાથી તમે તમારા હાડકા અને સાંધાને મજબૂત બનાવી શકો છો. 
Tags :