ભારતીયો વર્ષે 75 કલાક સ્માર્ટફોન વાપરે છે!
ભારત એક એવો દેશ છે જ્યાં મોટા ભાગના લોકો દિવસના ઘણા કલાકો મોબાઈલ પર ચોંટેલા રહે છે. જેનું એક કારણ સસ્તામાં મળતો ઇન્ટરનેટ ડેટા છે. આ અંગે તાજેતરમાં જ vivo અને સાઇબર મીડિયા રિસર્ચે કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતના લોકો વર્ષે 25 કલાકથી વધારે સમય મોબાઈલ પાછળ વાપરે છે. એટલે કે વિડીયો, ગીતો અને ચેટિંગ પાછળ અંદાજે પાંચથી છ કલાક વાપરે છે. રિસર્ચ કરનાર કંપનીએ બે હજાર લોકો સાથે વાતચીત કરી, જેમાં ૬૪ ટકા પુરુષો અને ૩૬ ટકા મહિલાઓ હતી.
રિસર્ચ કહે છે કે બદલાતી લાઇફસ્ટાઇલમાં આશરે 41% યુઝર્સને શાળાનો અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા સ્માર્ટફોન મળવા લાગ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે યુઝર રોજે એક તૃતિયાંશ દિવસ સ્માર્ટફોન વાપરવામાં પસાર કરે છે. કેટલાકની સ્થિતિ તો એવી છે કે સ્માર્ટફોન જોયા વિના પરિવાર કે મિત્રો સાથે પાંચ મિનિટ વાત પણ નથી કરી શકતા. રિસર્ચમાં ભાગ લેનારમાંથી અડધા લોકોએ સ્વીકાર્યું કે તેમણે કદી સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ વિના રહેવાનો વિચાર જ નથી કર્યો. લગભગ દરેક યુઝરે એવું સ્વીકાર્યું કે પરિવાર કે મિત્રો સાથે વર્ચ્યુઅલ કન્વર્સેશન તેમને વધારે ગમે છે પરંતુ તેવું શક્ય થતું નથી.
70 ટકા લોકોએ તો એવું પણ માન્યુ કે આની અસર તેમની રોજિંદી લાઇફ પર પણ પડે છે. આનાથી તેમને શારીરિક અને માનસિક થાક લાગે છે. દર પાંચમાંથી ત્રણ લોકો એવું માને છે સ્માર્ટફોન છોડવાથી કે ઇન્ટરનેટ ના વાપરવાથી તેઓ વધારે ખુશ રહી શકે છે.