શું વારંવાર તમારી પત્ની થઈ જાય છે ગુસ્સે? તો 6 રીત અપનાવો, થઈ જશે શાંત
How to deal with Angry Wife: દરેક સંબંધમાં ક્યારેક ક્યારેક દલીલો થવી સામાન્ય છે, પરંતુ જો એવામાં પત્ની વારંવાર ગુસ્સે થાય ત્યારે મામલો થોડો ગંભીર બની શકે છે. આનો અર્થ એ નથી કે પ્રેમ પૂરો થઈ ગયો છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે સંબંધને સમજદારીપૂર્વક સંભાળો. જો તમે વિચારી રહ્યા છો કે તેને કેવી રીતે શાંત કરવી, તો જવાબ પ્રેમ, સમજણ અને થોડી હોશિયારીથી છે. આ 6 રીત અપનાવીને તમે પત્નીનો ગુસ્સો શાંત કરી શકો છો.
1. શાંતિથી સાંભળો
તાત્કાલિક સમજૂતી કે તર્ક આપવાને બદલે, ફક્ત ધ્યાનથી સાંભળો. તેમને લાગશે કે તમે તેમની લાગણીઓને મહત્ત્વ આપી રહ્યા છો. કારણ કે ગુસ્સા પાછળ ઘણીવાર કંઈક અકથિત હોય છે, તેને પકડવું મહત્ત્વપૂર્ણ છે.
2. માફી માંગવી એ નબળાઈ નથી
ભલે તે તમારી ભૂલ ન હોય, પણ સાચી માફી સંબંધને બચાવી શકે છે. આ પ્રેમ જાળવવાનો એક રસ્તો છે. આથી માફી માંગતા પણ નાનપ ન અનુભવવી જોઈએ.
3. તેમને થોડી સ્પેસ આપો
જો મામલો ખૂબ જ વધી ગયો હોય, તો તેમને થોડા સમય માટે એકલા છોડી દો. ફરવા જાઓ, થોડું કામ કરો અને તેમને વિચારવા માટે થોડો સમય આપો.
4. તેમને તેમની મનપસંદ વસ્તુથી સરપ્રાઈઝ આપો
નાની સરપ્રાઈઝ તેમના મૂડને બદલવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ બતાવે છે કે તમે તેમના વિશે વિચારો છો અને તેમને ખુશ જોવા માંગો છો.
5. વાતાવરણને હાસ્યમાં બદલો
ગુસ્સો થોડો ઠંડો પડે ત્યારે જ આ કરો. જો સમય યોગ્ય હોય, તો તમારું એક સ્મિત લડાઈનો અંત લાવી શકે છે.
6. દિલથી વાત કરો
પત્ની સાથે મન ખોલીને વાત કરો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેના વિના બધું અધૂરું છે, એવું મહત્ત્વ સમજાવો. જ્યારે તેને લાગશે કે તમે તેના પ્રત્યે ગંભીર છો, ત્યારે ગુસ્સો આપમેળે ઓગળી જશે.