આ રક્ષાબંધનને જ્વેલરી ગિફ્ટ કરી બનાવો યાદગાર
અમદાવાદ, 15 ઓગસ્ટ 2019, ગુરુવાર
ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થઈ રહી છે. દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી આશીર્વાદ આપે છે. જો કે આ તહેવાર પર બહેનને શું ગિફ્ટ આપવી તે પણ વિચારવાનો વિષય ભાઈ માટે બની જાય છે. માર્કેટમાં અનેક પ્રકારની ગિફ્ટ પણ મળતી હોય છે. પરંતુ હાલ જ્વેલરીનો વિકલ્પ સૌથી બેસ્ટ છે.
રક્ષાબંધન પર બહેનને જ્વેલરી ગિફ્ટ કરવી સૌથી બેસ્ટ સાબિત થશે. આ ગિફ્ટની ખાસિયત એ હોય છે કે મહિલાઓને તે પસંદ આવે છે. આ ઉપરાંત તે એક કરતાં વધારે હોય તો પણ કોઈ સમસ્યા થતી નથી. ઈંટરનેટ પર પણ જ્વેલરીના અનેક વિકલ્પ પણ મળે છે. તેમાંથી ગિફ્ટ પસંદ કરવી પણ સરળ રહે છે.
ફ્લોરલ
સૌથી સારો વિકલ્પ ફ્લોરલ જ્વેલરી છે. આ પર્વ પર દરેક બ્રાંડેડ જ્વેલરી શોપમાં રક્ષાબંધન માટે ખાસ કલેકશન પણ મુકવામાં આવે છે. હાલ ફ્લોરલ જ્વેલરીનો ટ્રેંડ છે. ફ્લોરલ જ્વેલરીથી બહેન પણ ખુશ થઈ જાશે. ફ્લોરલ જ્વેલરી ક્યારેય આઉટ ઓફ ફેશન થતી પણ નથી. આ જ્વેલરી કોઈપણ કપડા સાથે મેચ થઈ જાય છે.
લાઈટ જ્વેલરી
રક્ષાબંધન પર લાઈટ જ્વેલરી પણ ગિફ્ટ કરી શકાય છે. આજકાલની યુવતીઓને ભારે ઘરેણા પસંદ પણ પડતા નથી. તેઓને પણ લાઈટ વેટ જ્વેલરી પસંદ પડશે. આ જ્વેલરી રોજ પહેરી પણ શકાય અને તે લેટસ્ટ ડિઝાઈનની હોય તો તેને વેસ્ટર્ન આઉટફીટ સાથે પણ પહેરી શકાય છે.
એનીમલ ઈંસ્પાયર્ડ જ્વેલરી
બહેનને પ્રાણી પ્રિય હોય તો તેને એનીમલ ઈંસ્પાયર્ડ જ્વેલરી ગિફ્ટ કરી શકાય છે. તેમાં બટરફ્લાઈ, માછલી જેવા આકાર પણ મળી આવે છે.
કલરફુલ સ્પલૈશ
રક્ષાબંધન પર અલગ અલગ ધાતુ તેમજ પથ્થરથી બનેલા ઘરેણા પણ ગિફ્ટ કરી શકાય છે. કલરફૂલ જ્વેલરીની ખાસ વાત હોય છે કે તે ભાવમાં પણ સસ્તા હોય છે.