For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિયાળમાં સતાવે છે વાળ ખરવાની સમસ્યા ? તો હાલ જ અજમાવો આ ઉપાય

નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરીને મેળવો હેલ્ધી હેર

Updated: Dec 23rd, 2022

Article Content Image

શિયાળામાં વાળ ખરવાની સમસ્યા લગભગ બધાને રહેતી હોય છે, ત્યારે વાળની માવજત કરવા માટે મોંઘા હેર પ્રોડક્ટ વાપરવાને બદલે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ વાળની માવજત લઈ શકો છો. 

હેર કેર માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ ઘણો કોમન છે. ખાસ કરીને શિયાળામાં પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા ઓછી થવાની સાથે વાળ હેલ્ધી અને શાઈની પણ થશે. તો ચાલો જાણીએ હેર ફોલની સમસ્યાને કંટ્રોલ કરવા માટેના અમુક ઘર ગથ્થુ કુદરતી ઉપચારો.

મેથી: મેથીમાં રહેલ પ્રોટીન, ફોલિક એસીડ, વિટામીન એ અને વિટામીન સી વાળને પોષણ પૂરું પાડે છે. મેથીના ઉપયોગથી વાળ જડથી મજબુત થાય છે અને તેનું ખરવાનું પણ ઓછું થાય છે. રાતે 2 ચમચી મેથીને પાણીમાં પલાળી લો. સવારે મેથીને પીસીને તેની થોડી થીક એવી પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને વાળમાં લગાવી દો, ત્યારબાદ હોટ ટોવેલને માથામાં લપેટી લો, આ માટે ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નીચોવી લો. લગભગ 30 એક મિનીટ સુધી તેણે વાળમાં રહેવા દો ત્યારબાદ સાદા પાણીથી વાળ ધોઈ લો. 

મીઠો લીમડો: મીઠા લીમડાના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન અને કેરોટીન જેવા તત્ત્વો હોય છે, જે વાળના ખરવાને રોકે છે અને સાથે સાથે હેર ગ્રોથમાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે મીઠા લીમડાના પાનને કોઈપણ હેર ઓઈલમાં મિક્સ કરી દો, આ તેલને બરાબર ઉકાળીને તેણે વાળમાં લગાવી દો . આખીરાત આ તેલને વાળમાં લગાવી રાખો અને સવારે ઉઠીને શેમ્પુથી વાળ ધોઈ લો આનાથી તમને હેર ફોલ અને સાથે સાથે સફેદ વાળની સમસ્યામાં પણ રાહત મળશે અને તમારા વાળ નેચરલી કાળા પણ થવા લાગશે. 

ગ્રીન ટી: ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન બી અને વિટામીન સી હોય છે જે હેર ફોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી વાળ માટે નેચરલ કંડીશનરનું પણ કામ કરે છે. 2-3  ગ્રીન ટી બેગને પાણીમાં ઉકલી લો, પાણી સહેજ ઠંડુ થાય એટલે આ પાણીથી હેર વોશ કરીને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2-4 વાર આના ઉપયોગથી વાળ ખરવાના ઓછા થશે અને વાળની ચાંલ પણ વધશે. 

વાળને સાચવવા માટે ગરમ પાણીથી વાળ ધોવાને બદલે સાદા અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરો.   

આ ઉપરાંત પણ શિયાળામાં વાળની માવજત માટે હેલ્ધી આહાર લેવો પણ જરૂરી બને છે, તમારા ડાયેટમાં વિટામિન્સ અને પ્રોટીન યુક્ત આહારનો સમાવેશ કરો. 


Gujarat