દરેક વર્કિંગ વુમનને POSH એક્ટ વિશે હોવી જોઇએ જાણકારી, જાણો શું છે POSH એક્ટ
નવી દિલ્હી,તા. 19 જુલાઇ 2023, બુધવાર
મહિલાઓ વર્ક પ્લેસ પર ઘણીવાર હેરેસમેન્ટનો ભોગ બનવા છતાં ચૂપ રહે છે. કેટલાકને તો ક્યાં ફરિયાદ કરવી તે પણ ખબર નથી. આ જ કારણ છે કે, ઓફિસોમાં મહિલાઓને જાતીય સતામણીથી બચાવવા માટે POSH એટલે કે પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ બનાવવામાં આવ્યું છે.
પોશ એક્ટ શું છે
POSH એક્ટ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જે મહિલાઓને કાર્યસ્થળ પર સલામત વાતાવરણમાં કામ કરવાની ખાતરી કરવામાં મદદ કરે છે. દરેક કામ કરતી મહિલાએ POSH એક્ટ વિશે જાણવું જોઈએ. અત્યાર સુધી ઘણી એવી મહિલાઓ છે જેમને તેના વિશે કોઈ માહિતી નથી. વાસ્તવમાં ભારતમાં આ એક્ટ 2013માં કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે બનાવવામાં આવ્યો હતો.
આ એક્ટ હેઠળ મહિલાઓ સાથે કોઈપણ પ્રકારના યૌન ઉત્પીડનની ફરિયાદ થઈ શકે છે. આ તમામ કાર્યસ્થળો પર હોવું આવશ્યક છે. તમામ કર્મચારીઓએ આ વિશે જાણવું જોઈએ કે, તમારે કાર્યસ્થળે કેવી રીતે વર્તવું પડશે.
જો કોઈ વ્યક્તિ ઓફિસમાં કોઈની સાથે ગેરવર્તણૂક કરે છે, તો આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકાય છે. આ સમિતિના સભ્યોમાં ઓછામાં ઓછી 50 ટકા મહિલાઓ હોવી જરૂરી છે. આ કમિટિનું કામ પોશની અંદર આવતી તમામ પ્રકારની ફરિયાદોની સમીક્ષા કરવાનું અને તેની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવાનું છે.
આટલા દિવસોમાં ફરિયાદ નોંધાવવી જોઈએ
આ અધિનિયમ હેઠળ 90 દિવસ સુધી ઓફિસમાં કે, પોલીસ સ્ટેશનમાં બનેલી ઈન્ટરનલ કમિટીમાં ફરિયાદ કરી શકાય છે, ઘણી વખત ઓફિસમાં ફરિયાદ કરી શકાય છે અને જો મામલો ગંભીર હોય તો ઓફિસની કમિટી પણ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે.
ઓફિસની ઇંટરનલ કમિટિએ તેનો તપાસ અહેવાલ 10 દિવસમાં કંપનીને સુપરત કરવાનો હોય છે અને જો દોષિત ઠરે તો કંપની આરોપીને સજા કરે છે.
પૉશ હેઠળ કેવા પ્રકારની હેરેસમેન્ટ થાય છે?
- ફિજિકલ કોન્ટેક્ટ અથવા કોઇને ગલત રીતે ટટ કરવુ, ઇશારા કરવા, કોઈપણ વ્યક્તિને શારીરિક રીતે અસહજતા અનુભવે છે
- કોઈપણ પ્રકારના સેક્યુઅલ ફેવર માંગવુ.
- કોઈપણ પ્રકારની સેક્યુઅલ રિમાર્ક કરવો.
- પોર્નોગ્રાફી સંબંધિત મટેરિયલ મોકલવુ.