Get The App

ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ

Updated: Sep 15th, 2023


Google NewsGoogle News
ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ 1 - image


                                                        Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

ઓક્ટોબરનો મહિનો એટલે કે ઠંડીની શરૂઆત. જોકે હરવા-ફરવા માટે ઓક્ટોબરનો મહિનો બેસ્ટ કહેવાય છે. આ સીઝનમાં વરસાદની અને ગરમીની ચિંતા હોતી નથી. દરમિયાન જો તમે ઓક્ટોબરમાં એક નાનો ટ્રાવેલ બ્રેક લેવા ઈચ્છો છો તો એવા 5 ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. જ્યાં તમે ઓછા ખર્ચમાં ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. આ સ્થળો સુંદર છે અને ઓક્ટોબરમાં તેનું હવામાન પણ ખુશનુમા થઈ જાય છે.

ઓક્ટોબરમાં ફરવા જવા માટે ઓછા બજેટ વાળા સ્થળો

ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ 2 - image

મેક્લૉડગંજ

હિમાચલ પ્રદેશનું મેકલૉડગંજ ઓક્ટોબરમાં ફરવા માટે પરફેક્ટ સ્થળ છે. વાંકાચૂકા પહાડી માર્ગો અને ચીડ-દેવદારના ઊંચા વૃક્ષો, એક અલગ રોમાંચ પેદા કરે છે. ત્યાંની તિબેટીયન આબોહવામાં તમે ખૂબ રિફ્રેશ અનુભવ કરશો. ત્યાં દલાઈ લામા પર રહે છે અને આસપાસ ઘણા રેસ્ટોરન્ટ, શોપિંગ એરિયા, પેરાગ્લાઈડિંગ વગેરેની મજા પણ તમે લઈ શકો છો. મેકલૉડગંજ જાવ તો ત્યાંના નામગ્યાલ મઠ, ભાગસુ વોટરફોલ, ત્સુગલગખાંગ, ત્રિઉંડ, ધર્મશાળા અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ જેવા સ્થળોની ચોક્કસ મુલાકાત લો.

ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ 3 - image

ચિત્તોડગઢ

ચિત્તોડગઢ એક જૂનુ શહેર છે જ્યાંનો કિલ્લો જોવો જોઈએ. આ કિલ્લો લગભગ 700 એકરમાં ફેલાયેલો છે જેનો ઈતિહાસ મધ્યકાલીન યુગની ખૂની લડતનો સાક્ષી પણ રહ્યો છે. આ કિલ્લો સાહસ અને બલિદાનનું પ્રતીક છે. આ સ્થળ શ્રીકૃષ્ણના ભક્ત મીરાબાઈ સાથે પણ જોડાયેલુ છે અને રાણી પદ્માવતી સાથે પણ. ઓક્ટોબર મહિનામાં તમે ત્યાં પણ ફરવા જઈ શકો છો.

ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ 4 - image

ઉદયપુર

સરોવરનું શહેર ઉદયપુર. ભારતના સૌથી રોમેન્ટિક સ્થળોમાંનું એક છે આ શહેર. ત્યાં મોટી સંખ્યામાં ટુરિસ્ટ દર વર્ષે જાય છે અને ત્યાંની પ્રાચીન સંરક્ષિત હવેલીઓ, મહેલો, ખીણો અને મંદિરોને જોવા આવે છે. ત્યાંનું સિટી પેલેસ, મહારાણા પ્રતાપ સ્મારક, જગ મંદિર, ફતેહ સાગર સરોવર અને પિછોલા સરોવર વગેરે જોઈ શકો છો. ઓક્ટોબર મહિનામાં ત્યાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. ઠંડી હવામાં ફરવાની મજા બમણી થઈ જાય છે. ત્યાં રહેવા, ફરવા અને ખાવા માટે ઘણા વિકલ્પ છે અને તમે ઓછા બજેટમાં સરળતાથી આ સ્થળને એન્જોય કરી શકો છો.

ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ 5 - image

પંચમઢી

સાતપુડાની રાણીનો આ પંચમઢી પ્લેસ એક સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળે ફરવા માટે ઘણા વિકલ્પ છે. તમે ત્યાં એક અઠવાડિયુ પણ રહી શકો છો અને હરિયાણીનો આનંદ ઉઠાવી શકો છો. ઓક્ટોબર મહિનામાં દૂર સુધી ફેલાયેલા જંગલની હરિયાણી ખૂબ રોમાંચક લાગે છે. ત્યાંની જટાશંકર ગુફાઓ, બી ફાલ, અપ્સરા વિહાર, હાંડી ખોહ જેવા સ્થળોએ ફરી શકો છો.

ઓક્ટોબર મહિનામાં ઓછા બજેટમાં આ 5 સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, કુદરતી સૌંદર્ય અને મનમોહક દ્રશ્યો જોઈને થઈ જશો ખુશ 6 - image

મસૂરી

મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટરના અંતરે છે. તમે ઓછા ખર્ચમાં મસૂરી સરોવર, કેમ્પ્ટી ફોલ્સ, દેવ ભૂમિ વેક્સ મ્યૂઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઈસ્ટ ચર્ચ, ભટ્ટા ફોલ્સ, મોસી ફોલ્સ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ વગેરે સ્થળો પર ફરી શકો છો.  


Google NewsGoogle News