100માંથી 70 ટકા મહિલાઓને છે PCOSની તકલીફ, રિસર્ચમાં સામે આવ્યું તેની પાછળનું કારણ
Updated: Sep 14th, 2023
-70 ટકા મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે
નવી દિલ્હી,તા. 14 સપ્ટેમ્બર 2023,ગુરુવાર
PCOS એ હોર્મોન્સમાં અસંતુલનને કારણે થતો રોગ છે જે સ્ત્રીની પ્રજનન પ્રણાલી, પ્રજનનક્ષમતા અને માસિક સ્રાવને અસર કરી શકે છે. વિશ્વની પ્રથમ આયુર્વેદ ફેમટેક બ્રાન્ડ, ગાયનોવેડાએ 18-45 વર્ષની વય જૂથની 3 લાખ મહિલાઓ પર એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે, 70 ટકા મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે અને તેની પાછળનું કારણ તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે.
આજ સર્વેમાં ગાઇનોવેડાએ શરીરમાં થતા શારીરિક ફેરફારોને ત્રણ ગૃપમાં વિભાજિત કર્યા હતા. સંશોધન દર્શાવે છે કે 70 ટકા સ્ત્રીઓ પીસીઓએસ જેવી ગંભીર માસિક સ્રાવથી પીડાય છે. તે જ સમયે, લગભગ 26 ટકા મહિલાઓ અગવડતા, ઇન્ફેક્શન અને અનિયમિત માસિક સ્રાવ વિશે ચિંતિત છે. તેમની શારીરિક તકલીફોને કારણે તેમના આંતરિક અવયવોને પણ અસર થાય છે. આ સમગ્ર સંશોધનમાં માત્ર 4 ટકા મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું નથી.
રિસર્ચ શું કહે છે?
આ રિસર્ચના આધારે જાણવા મળ્યું કે, 25 થી 34 વર્ષની વયની 60 ટકા મહિલાઓ અને છોકરીઓ PCOS રોગથી પીડિત છે.
જો કે, તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, PCOS વય સંબંધિત નથી 24 વર્ષથી ઓછી ઉંમરની 51 ટકા મહિલાઓ આ સ્થિતિથી પ્રભાવિત છે. આ એ પણ દર્શાવે છે કે PCOS મહિલાઓની પ્રજનન ક્ષમતા પર ભારે અસર કરે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના સંશોધન મુજબ,
- PCOS થી પીડિત મહિલાઓમાં બાંઝપનનું પ્રમાણ 70% થી 80% સુધી છે.
ગાયનોવેડાના રિપોર્ટ પ્રમાણે ભારતમાં મહિલાઓને પીડિત અન્ય સ્ત્રીરોગ સંબંધી વિકૃતિઓનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
- સર્વેક્ષણમાં સામેલ લગભગ 54% મહિલાઓ PCOS થી પીડિત હતી.
- પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID) આવે છે. જે 17% સ્ત્રીની આબાદીને અસર કરે છે.
- કેન્ડિડિયાસીસ 9% ને અસર કરે છે
- ફાઈબ્રોઈડ 5% અસર કરે છે.
- એન્ડોમેટ્રિયલ હાયપરપ્લાસિયા 1% માં જોવા મળે છે.
સંશોધનમાં ઇરેગ્યુલર પીરિયડ્સ દરમિયાન દર્દને લગતી સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 83% સ્ત્રીઓએ નોંધ્યું છે કે, તેઓ માસિક સ્રાવ દરમિયાન પીડાનો સામનો કરે છે. જેના કારણે તેને દર મહિને પેઇનકિલર્સનો ઉપયોગ કરવો પડે છે. તેમાંથી 58% લોકોએ તેમની પીડાને હળવી અને સહન કરી શકાય તેવી ગણાવી હતી, જ્યારે 25% લોકોએ તેને ગંભીર ગણાવી હતી. લગભગ 76% સ્ત્રીઓ એવી હતી જેને ઓછા પ્રવાહ સાથે અનિયમિત માસિક સ્રાવ થતો હતો.
PCOS શારીરિક ફેરફારો અને ભાવનાત્મક તકલીફોને પણ અસર કરે છે. સર્વેમાં ભાગ લેનાર લગભગ 60% મહિલાઓએ PCOS ને કારણે વજન વધવાની સમસ્યાની જાણ કરી. 59% મહિલાઓએ ચહેરાના વાળની સમસ્યાની જાણ કરી.ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ 55% સ્ત્રીઓને અસર કરે છે, જ્યારે અન્ય હોર્મોનલ ત્વચા સમસ્યાઓ 51% સ્ત્રીઓને અસર કરે છે.