મજેદાર ઇશારાઓમાં ફળ વેચનાર આ વ્યક્તિનો વીડિયો વાયરલ, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ખુશ

નવી મુંબઇ, તા. 4 જુલાઇ 2022, સોમવાર 

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, કોઇને કોઇ વીડિયો વાયરલ થઇ જતો હોય છે. ત્યારે આજે એક એવા જ વીડિયો અમે તમને બતાવવા જઇ રહ્યા છે. આ વીડિયો કોઇ ડાન્સ કે કરતબનો નથી, પરંતૂ ફળ વેચનાર વ્યક્તિનો છે. જે પોતાના ફળ વેચવાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં આવી ગયો છે. 

રેડિટ યૂઝરના એક ગૃપે આ વીડિયો શેર કર્યો છે. શેર કરતા યુઝર લખે છે કે, જો મારા ફ્રુટ ડિલરને ફળોનો એટલો શોખ નથી તો મારે આ ફળ નથી જોઇતા. જોત જોતામાં આ વીડિયો વાયરલ થઇ જાય છે. 

વીડિયોમાં આ વ્યક્તિ તળબુચ અને પૈપૈયાને અનોખી રીતે કટ કરી રહ્યો છે. તેમજ લોકોને મનોરંજન માટે બુમો પણ પાડી રહ્યો છે.ફની ફેસ અને બુમો પાડતો આ વ્યક્તિ અનોખી રીતે ગ્રાહકોને આકર્ષિ રહ્યો છે. આ બધુ કરીને વ્યક્તિ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યો છે. 1 મીનિટના આ વીડિયો ક્યાંનો છે તે જણાવાયુ નથી.

આ પહેલા પણ કચ્ચા બાદામ વેચતો એક વેપારી અને તેની અનોખી ભાષાના કારણે વાયરલ થયો હતો. 

યુઝર્સ વીડિયોમાં કમેન્ટ કરીને આ વીડિયોની મજા પણ લેતા જોવા મળ્યા હતા.

City News

Sports

RECENT NEWS