Lifestyle & Fashion

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો!

By GS TEAM
23 Jun 20263 mins read
TukuTouch Logo
બાથરૂમ ઘરનો એક એવો ભાગ છે જેનો ઉપયોગ દિવસમાં વારંવાર થાય છે, છતાં પણ તેની સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ઘણી વખત બાથરૂમ ઉપરથી બિલકુલ સાફ દેખાતું હોવા છતાં તેમાંથી એક અજીબ પ્રકારની દુર્ગંધ આવતી રહે છે. આ દુર્ગંધ પાછળ ભેજ, ડ્રેનેજમાં જામી ગયેલી ગંદકી, ભીના ટુવાલ કે પ્રોપર વેટિલેશનનો અભાવ જેવા અનેક કારણો જવાબદાર હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો!
(IMAGE - ENVATO)

How To Get Rid Of Bathroom Smell: બાથરૂમ ઘરનો એક એવો ભાગ છે જેનો ઉપયોગ દિવસમાં વારંવાર થાય છે, છતાં પણ તેની સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ઘણી વખત બાથરૂમ ઉપરથી બિલકુલ સાફ દેખાતું હોવા છતાં તેમાંથી એક અજીબ પ્રકારની દુર્ગંધ આવતી રહે છે. આ દુર્ગંધ પાછળ ભેજ, ડ્રેનેજમાં જામી ગયેલી ગંદકી, ભીના ટુવાલ કે પ્રોપર વેટિલેશનનો અભાવ જેવા અનેક કારણો જવાબદાર હોય છે. 

સરળ ઘરેલું નુસખાઓથી કાયમી ઉકેલ

સામાન્ય રીતે લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે બજારમાંથી મોંઘા એર ફ્રેશનર, મીણબત્તી કે રૂમ સ્પ્રે ખરીદે છે, પરંતુ તેનાથી માત્ર થોડીવાર માટે જ રાહત મળે છે કારણ કે તે દુર્ગંધના મૂળ કારણને ખતમ કરતા નથી. બાથરૂમને હંમેશા સુગંધિત રાખવા માટે મોંઘા ક્લીનર્સની નહીં, પરંતુ માત્ર થોડી સાવધાની અને સરળ ઘરેલું નુસખાઓની જરૂર હોય છે.

બાથરૂમની દુર્ગંધને કાયમ માટે દૂર રાખવાના 8 અકસીર ઉપાયો

જો તમે પણ કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર બાથરૂમને હંમેશા ફ્રેશ રાખવા માંગો છો, તો દૈનિક જીવનમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:

1. બાથરૂમમાં હવા ઉજાસ જાળવો

બાથરૂમને ક્યારેય સતત બંધ ન રાખો. તેમાં ભેજ જમા થવાને કારણે દુર્ગંધ પેદા થાય છે. આથી, નહાયા પછી કે બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ થોડીવાર માટે બારી અથવા એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવો જેથી ભેજ બહાર નીકળી જાય.

2. ભીના ટુવાલ અંદર ન છોડો

ભીના ટુવાલમાં બેક્ટેરિયા અને ફૂગ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગે છે, જે દુર્ગંધનું મોટું કારણ બને છે. વપરાશ પછી ટુવાલને હંમેશા બહાર તડકામાં કે હવા ઉજાસ વાળી જગ્યાએ સુકવો.

3. ડસ્ટબિન નિયમિત સાફ કરો 

બાથરૂમની કચરાપેટીમાંથી વારંવાર વાસ આવવા લાગે છે. તેથી તેને રોજ ખાલી કરો અને સમયસમય પર સાબુ કે ડિસિન્ફેક્ટન્ટથી ધોવાનું રાખો.

4. ડ્રેનેજ પાઇપની સફાઈ

વૉશ બેસિન અને શાવરના ડ્રેન (પાઇપ)માં વાળ, સાબુ અને ગંદકી જમા થતી રહે છે. અઠવાડિયામાં એકવાર ગરમ પાણી નાખીને અથવા ડ્રેન ક્લીનરની મદદથી તેને સાફ કરો.

5. ટૉયલેટ બ્રશને અવગણશો નહીં

મોટાભાગના લોકો ટૉયલેટ સાફ કરે છે પણ બ્રશ સાફ કરવાનું ભૂલી જાય છે. ગંદા બ્રશને લીધે પણ બાથરૂમમાં વાસ મારે છે, તેથી તેને વાપર્યા પછી જંતુનાશકથી સાફ કરી, બરાબર સુકવીને જ મૂકો.

આ પણ વાંચો: શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે...

6. બાથ મેટ (પગલૂછણિયું) વારંવાર ધોવો

બાથરૂમના દરવાજે રાખવામાં આવેલી મેટ સતત ભેજ સોષે છે, જેથી તેમાંથી ભેજને કારણે ગંધ આવવા લાગે છે. તેને દર થોડા દિવસે ધોઈને તડકામાં સુકવવી જરૂરી છે.

7. નેચરલ સુગંધનો ઉપયોગ કરો

બજારના કેમિકલવાળા સ્પ્રેના બદલે બાથરૂમમાં લીંબુ, લેવેન્ડર કે નીલગિરી (યુકેલિપ્ટસ) જેવા એસેન્શિયલ ઓઇલના થોડા ટીપાં છાંટીને રાખી શકાય છે, જે કુદરતી તાજગી આપશે.

8. સફાઈનું એક શેડ્યૂલ બનાવો

બાથરૂમને ફક્ત ઉપરછલ્લું સાફ કરવાના બદલે અઠવાડિયામાં એક દિવસ નક્કી કરીને ટાઇલ્સ, સિંક, ટૉયલેટ અને શાવર એરિયાની ડીપ ક્લીન કરો જેથી કીટાણુઓ અને બદબૂ દૂર રહે.