આ ખાસ ચા પીવાથી કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર, મળશે અનેક ફાયદા

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
આ ખાસ ચા પીવાથી કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર, મળશે અનેક ફાયદા 1 - image

Image: freepik  

નવી મુંબઇ,તા. 6 નવેમ્બર 2023, સોમવાર

ડાયાબિટીસના દર્દીઓનું જીવન અન્ય લોકો કરતા થોડું વધુ મુશ્કેલ હોય છે, કારણ કે તેમનું બ્લડ સુગરનું સ્તર વધતુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓને કિડનીની બીમારી, હાર્ટ એટેક અને નબળી દ્રષ્ટિનું જોખમ રહે છે. આવા જોખમોથી બચવા માટે સૌથી પહેલા તમારે દૂધ અને ખાંડવાળી ચા ટાળવી પડશે. તેના બદલે ઓલોંગ ચા અજમાવો.

ઓલોંગ ચા એટલે ગ્રીન ટી, તે ચીનની પારંપારિક ચા છે. કેમેલિયા સાઈનેન્સિસ (Camellia sinensis) નામના છોડના પાંદડામાંથી આ બને છે. આ પત્તીમાંથી જ ગ્રીન ટી અને બ્લેક ટી તૈયાર કરવામાં આવે છે. તફાવત માત્ર તેને બનાવવાની Recipe માં હોય છે.

ઓલોંગ ચામાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E, વિટામિન K, કેરોટીન, સેલેનિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

ઓલોંગ ચા (Oolong tea) પીવાના ફાયદા

1. ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને નિયમિતપણે ઓલોંગ ચા પીવાની સલાહ આપવામાં આવે છે, આ ફક્ત તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં લાવે છે, પરંતુ તે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

2.  આ ચા પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. જે લોકો દરરોજ એક કપ ઓલોંગ ચા પીવે છે તેઓને વજન ઓછું કરવું વધુ સરળ લાગે છે. તમે થોડા અઠવાડિયામાં સ્લિમ બની શકો છો.આ સિવાય લીવર, પેનક્રિયાઝ જેવા કેન્સરથી શારીરિક બચાવ છે.

3. ચીનમાં ઓલોંગ ચા પરંપરાગત રીતે પીવામાં આવે છે. દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે

4. ભારતમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે, તેથી તમારે ઓલોંગ ચા પીવી જ જોઈએ, કારણ કે તે હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે.  હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.


Google NewsGoogle News