'ઓનલાઇન' સંબંધોથી ક્યારે 'ઓફલાઇન' થઈ જવું?
ઘણાં સંવેદનશીલ લોકો ઓનલાઇન ફ્રેન્ડ સમયસર ન મળે, તેના ઇ-મેલના જવાબ ન આપે ત્યારે બહુ બેચેન થઈ જાય છે.
ધુનિક જીવનશૈલીમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટના માધ્યમથી સ્ત્રી-પુરુષો એકમેક સાથે સંબંધ બાંધે, ઓનલાઇન ચેટિંગ દ્વારા એકબીજાના વિચારો જાણે એ બાબત બહુ સામાન્ય બની ગઈ છે. ઓનલાઇન રિલેશનશિપમાં બે અજાણી વ્યક્તિનું મળવું જેટલું આસાન હોય છે એટલું જ સહેલું હોય છે છૂટાં પડવું.
છોકરા-છોકરીઓનું સ્ટેટસ સવારના 'મિંગલ' હોય તો સાંજે 'સિંગલ' થઈ જાય એ બાબત પણ તદ્દન સામાન્ય છે પરંતુ ઘણાં સંવેદનશીલ લોકો ઓનલાઇન ફ્રેન્ડ સમયસર ન મળે, તેના ઇ-મેલના જવાબ ન આપે ત્યારે બહુ બેચેન થઈ જાય છે.
તેમનો જીવ ઓનલાઇન ફ્રેન્ડમાં જઈને એવો ભરાય છે કે તેમને બીજંપ કાંઈ સૂઝતું નથી. આવી સ્થિતિમાં ઓફલાઇન થઈ જવું જ એકમાત્ર ઉપાય રહે છે. જે તે વ્યક્તિએ ક્યારે ક્યારે ઓફલાઇન થવું તેની ટિપ્સ આપતાં નિષ્ણાતો કહે છે કે....
જો તે અગાઉની જેમ તમારી સાથે ઓનલાઇન સમય પસાર કરવામાં અખાડા કરે, તમે લોગ ઓન કરો તોય તે ઓનલાઇન આવવા તૈયાર ન થાય, તમને નિયમિત રીતે મેલ ન કરે કે તમારા મેલના જવાબ સુદ્ધાં ન વાળે તો સમજી જાઓ કે હવે તેને તમારી સાથે સંબંધ જાળવી રાખવામાં રસ નથી રહ્યો.
તે પોતે તમારી સાથે ચેટ ન કરે કે તમારા ઇ-મેલના જવાબ જાતે ન આપે, પણ આ કામ બીજા કોઈ પાસેથી કરાવીને એવું બતાવવાનો પ્રયાસ કરે કે તે બહુ બિઝી છે, તો એ તમારી ઉપેક્ષા કરવાનો માર્ગ છે એ સમજવામાં વાર ન લગાડો.
જો તમારી વાતચીતમાં કાંઈ નવીનતા ન રહી હોય, તમારી વચ્ચે ઉત્તેજના પેદા કરતું કોઈ તત્ત્વ ન બચ્યું હોય, બંને વચ્ચેના કોમન ઓનલાઇન ઇન્ટરેસ્ટ ખતમ થઈ ગયા હોય તો આપસી સમજૂતીથી ઓફલાઇન થઈ જાઓ.
તમારી ગંભીર સમસ્યાને પણ તમારી ઓનલાઇન ફ્રેન્ડ એકદમ હળવાશથી લે કે પછી તેના પ્રત્યે બેપરવા હોય એવું વર્તન કરે એનો અર્થ એ થયો કે તે તમારી સાથેના સંબંધમાં ગંભીર નથી. તમે તેના માટે જસ્ટ ટાઇમપાસ' છો. આ વાત એક દમ સાચી છે.