દૂધ જ નહીં પણ આ ફૂડ્સ પણ 'બોન' કરશે મજબૂત, ભરપૂર માત્રામાં મળશે કેલ્શિયમ!
This Food Make Your Bone Stronger: આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે, રોજ એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. દૂધ પીવાથી આપણા 'બોન' (હાડકા) મજબૂત બને છે અને આપણા શરીરમાં તાકાત આવે છે, જે આપણને લોખંડી બનાવે છે. તેનું કારણ એ છે કે, દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, દૂધ ઉપરાંત પણ ઘણા એવા ફૂડ્સ જે આપણા શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ આપે છે.
બદામ
કેલ્શિયમથી ભરપૂર બદામ આપણા શરીરને હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને મેગ્નેશિયમ પણ આપે છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ચિયા સીડ્સ
ફેટ લોસ માટે ફેમસ ચિયા સીડ્સ આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. તમે તેને સ્મૂધી અને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકો છો.
પનીર ટોફૂ
સોયામાંથી બનેલું પનીર ટોફૂ પણ આ યાદીમાં સામેલ છે. તે કેલ્શિયમનો ખૂબ જ સારો સોર્સ છે, જેનો ઉપયોગ તમે હાડકાની મજબૂતાઈ વધારવા માટે વિવિધ વાનગીઓમાં કરી શકો છો.
તલ
કેલ્શિયમ અને અન્ય જરૂરી મિનરલ્સથી ભરપૂર તલ પણ આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમે તેને સલાડ અને બેક્ડ ફૂડ પર છાંટીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
પાલક
પાલક કેલ્શિયમથી ભરપૂર તો છે જ પરંતુ આ સાથે જ તેમાં વિટામિન K પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્મ માનવામાં આવે છે.
બ્રોકલી
બ્રોકોલી કેલ્શિયમ અને અન્ય ન્યૂટ્રીએન્ટ્સ જેવા કે, વિટામિન સી અને ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે આપણા સ્વાસ્થ્ય અને હાડકાની મજબૂતાઈ માટે ફાયદાકારક છે.
અંજીર
અંજીરમાં સારી માત્રામાં કેલ્શિયમની સાથે-સાથે ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે, જે આપણા હાડકાની સાથે જ બીજી ઘણી બધી વસ્તુઓને ફાયદો પહોંચાડે છે.
ચણા
દરેક ઘરમાં સરળતાથી મળી રહેતા ચણામાં પણ કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ચણા ખાવાના શોખીન છો, તો તમે તમારા હાડકાં મજબૂત બનાવી રહ્યા છો.