Get The App

નાઇટફેશનનો મનપસંદ રંગ : Midnight BLUE

Updated: Mar 20th, 2019

GS TEAM

Google News
Google News
નાઇટફેશનનો મનપસંદ રંગ : Midnight BLUE 1 - image


ફેશન-શો હવે ફક્ત મુંબઈ, દિલ્લી કે બેંગલોર જેવા શહેરો માટે જ સિમીત નથી. અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં પણ હવે ફેશન ડિઝાઇનરો સુપર મોડેલ્સની તલાશમાં હોય છે. ઘણા જુદા-જુદા કોલેજ ફેસ્ટિવલ્સ ઉપરાંત નવા કલેક્શન માટે પણ ફેશન-શોનું આયોજન થતું જોવા મળતું હોય છે. અમદાવાદના યુવાન કે યુવતીને હવે પોતાના પોર્ટફોલિયો બનાવવા માટે મુંબઈની લાંબી અને કપરી મજલ ખેડવી પડતી નથી હોતી. ફેશનમાં સજાગ હોય એવા પણ ઘણા યુવાનો આજે અમદાવાદમાં છે અને નવા-નવા ટ્રેન્ડ વિશે લાંબી વાતચીતો કરતા અને એકબીજાને ગાઇડ કરતા હોય છેહવે એક નવો કલર અત્યારે ઘણો મનપસંદ થયો છે. ડિઝાઇનરો અને જાણીતા કલાકારો માટે 'મિડનાઇટ બ્લૂ' નામનો આ રંગ ઘણો પસંદ પડયો છે અને ફેશનના જાણકારો માને છે કે શિયાળા માટે બ્લેક અને બ્લૂ વચ્ચેનો આ કલર ડાર્ક બ્લૂથી ઘણો મળતો આવે છે.

ભારતમાં હજી સ્ટાઇલ આઇકન તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને આ કલરનો ઉપયોગ ઘણો કર્યો છે. તેમના ઉપરાંત શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર અને હોલીવુડની ''ટ્વાઇલાઇટ' ફિલ્મસિરીઝનો સુપરસ્ટાર રોબર્ટ પેટિન્સન પણ એને પહેરવા માટે જાણીતા છે. દિવસના ભાગે આ રંગના કપડાં કાળા કરતા વધુ આકર્ષક લાગે છે. અને પહેરનારને કમ્ફર્ટેબલ પણ. ફોર્મલ વેરમાં પણ આ રંગની અસર વ્યક્તિત્વને સારી રીતે રજૂ કરવા માટે ઉપયોગી છે. 

કપડાંના રંગ તરીકે સૌથી પહેલાં 1920ના દાયકામાં આ કલરનો ઉપયોગ શરૂ થયો હતો. 19૩0 સુધીમાં એ ઘણો પ્રચલિત થયો હતો અને સેમી-ફોર્મલ માટે 19૩0 સુધીમાં એ પસંદ થવા લાગ્યો હતો. જોકે એ ઉનાળામાં વધુ વપરાતો અને સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપી શકે એવો કલર ન હોવાથી થોડા સમયમાં ઓછો ઉપયોગ થતો હતો. જોેકે હવે આ વર્ષના વિન્ટર કલેક્શનમાં ઓવરકોટ, જેકેટ, શર્ટ અને જીન્સ તરીકે આ કલરનો ઉપયોગ થયો છે. સૂટ કે અન્ય કોઈ પણ પોશાકમાં આ કલર ઘણો પસંદ કરવામાં આવશે એના વિશ્વાસ સાથે ડિઝાઇનરોએ કલેક્શન બહાર પાડયા છે. 

લાઇટ-ડાર્કની કોઈ પણ જોડી અથવા સામાન્ય કપડાં પર ઓવરકોટ તરીકે આ કલર ખૂબ જ આકર્ષક લાગશે. જોકે લાલ કે નારંગી રંગના કપડાં પર આ રંગ નહીં જામે. આ ઉપરાંત પાર્ટી કે અન્ય ઇવેન્ટમાં ઓવરકોટ કે બ્લેઝર એવી રીતે પહેરવા પડે કે જે સૂટ જેવા ન લાગે.

Tags :