Get The App

ઓફિસ 1 મિનિટ મોડા પહોંચ્યા તો કરવો પડશે 10 મિનિટનો ઓવરટાઈમ

Updated: Jun 23rd, 2022

GS TEAM

Google News
Google News

ઓફિસ 1 મિનિટ મોડા પહોંચ્યા તો કરવો પડશે 10 મિનિટનો ઓવરટાઈમ 1 - image

નવી દિલ્હી, તા. 23 જૂન 2022,ગુરુવાર  


ભારતમાં નવા શ્રમ કાયદામાં કામના કલાકો ઘટાડવા માટે અને રજાઓના દિવસોમાં વધારો કરવાની યોજના ઘડી રહી છે તેવામાં એક કંપનીએ અજબ-ગજબ ફરમાન બહાર પાડ્યું છે. આ કંપનીએ કર્મચારીઓને સમયસર ઓફિસે પહોંચવા માટે ટેવ પાડવા ઓવરટાઈમનો વધારાનો ભાર આપ્યો છે.


એક કંપનીએ આ નિયમ બનાવ્યો છે કે જો તમે ઓફિસમાં 1 મિનિટ મોડા પહોંચો છો તો તેના બદલે તમારે તમારી શિફ્ટ એટલેકે કામના કલાકો બાદ પણ વધુ 10 મિનિટ કામ કરવું પડશે એટલેકે તમારી શિફ્ટ સવારે 10 થી સાંજના 6 વાગ્યાની છે અને તમે 10.02 વાગ્યે ઑફિસ પહોંચશો તો તમારી શિફ્ટ 6.20 વાગ્યે સમાપ્ત થશે.


એટલે હવે સવાલ છે કે શું તમે ઓફિસ જવામાં મોડું કરો છો?


જો હા, તો આભાર માનો કે તમારી કંપનીએ આ હુકમનામું બહાર પાડ્યું નથી પરંતુ કઈ કંપનીએ આ પ્રકારનું ફરમાન બહાર પાડ્યું છે તેની પણ સ્પષ્ટતા થઈ નથી. એક અનામી કંપનીના ઓફિસ નિયમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં નોટિસમાં લખવામાં આવ્યું છે કે 1 મિનિટના વિલંબને બદલે 10 મિનિટ વધુ કામ કરવું પડશે.


ઓફિસનો આ નવો નિયમ કઈ કંપનીનો છે તે જાણી શકાયું નથી. પરંતુ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઝોરોના કો-ફાઉન્ડર અભિષેક અસ્થાનાએ શેર કર્યો છે. ઓફિસની નોટિસ શેર કરતા તેમણે લખ્યું, અમુક કંપનીઓના માલિકો અને HR ડાકુ ગબ્બર સિંહ જેવા હોય છે. નફો કરવો અથવા નફા માટે કડક નિયમો કરવા સારી બાબત છે પરંતુ લાંબાગાળે આ પોલિસી કંપની માટે જ નુકશાનકારક સાબિત થશે.


નોટિસ વાયરલ 

આ નોટિસ વાયરલ થયા બાદ લોકોએ ખુલ્લેઆમ ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

જોકે કેટલાક યુઝર્સ આ નિર્ણયને શિસ્ત સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. તો આવો જોઈએ આવા જ કેટલાક ટ્વિટ્સ અને અન્ય રસપ્રદ કમેન્ટ્સ....

Tags :