For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કામ સરળ કરવાના આવા જુગાડ ક્યારેય નહીં જોયા હોય....

Updated: Oct 15th, 2022

Article Content Image

દિખાવે પે મત જાઓ... અપની અકલ લગાઓ... જેવા અનોખા જુગાડ

અમદાવાદ, તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર

સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે, જરૂરિયાત સંશોધનની માતા છે. વ્યક્તિને જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ તે સંશોધન કરતો ગયો અને વિકાસ કરતો ગયો. આજે એવા કેટલાક લોકોની વાત કરવી છે જે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જાતભાતના જુગાડ કરી રહ્યા છે. તેમના આ ગતકડાઓએ લોકોને સોશિયલ મીડિયામાં આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીંયા નજર કરીએ એવા કેટલાક વિચિત્ર જુગાડ ઉપર જે લોકોને વિચારતા કરી મૂકી તેમ છે....

1. ઓનલાઈન મિટિંગથી બચવા માટે પોતાના જેવા દેખાતા પૂતળાનું માથું કાઢીને માસ્ક પહેરાવીને વેબ કેમ સામે મૂકીને આ મેડમ ચાલ્યા ગયા ઉંઘવા માટે...

2. ટેબ્લેટમાં પોતાની ગમતી વસ્તુઓ જોવી છે પણ હાથ દુઃખાડવા નથી તો આ છોકરાની જેમ તમે પણ હેન્ગરનો અનોખો ઉપયોગ કરીને આરામ ફરમાવી શકો છો...

3. જંગલી પ્રાણીઓના ચિત્રો દોરવા મુશ્કેલ હોય છે પણ જો તેમના રમકડાંનો પડછાયો આ રીતે પાડીએ તો સારા ચિત્રો દોરી શકાય.... છે ને બાકી ભેજું....

4. કાચના ટેબલનો આનાથી વધારે તો કયો ક્રિયેટિવ ઉપયોગ થઈ શકે... મોબાઈલ ઉંધો મૂકીને નીચે આરામ કરવાનો અને જલસાથી ગમતા વીડિયો જોવાના... યે આરામ કા મામલા હૈ....

5. બાળકો અને કૂતરાને ફેરવવા માટે તો પત્નીએ મોકલી દીધો પણ ચાલવાનો કંટાળો આવતો હતો આ ભાઈને... ભાઈએ ઈલેક્ટ્રિક હોવરબોર્ડનો જુગાડ કરી લીધો... ફરાઈ પણ ગયું અને થાક પણ ન લાગ્યો...

6. જમવા જઈએ ત્યારે પ્લેટ પકડીને ઉભા રહીને જમવામાં ઘણી અગવડ પડે છે પણ આ છોકરાએ શું ભેજું અજમાવ્યું... ઈંટોની વચ્ચે પ્લેટ ફસાવી દીધી અને મજાથી ભોજન કર્યું....

7. પ્લેન અને ટ્રેનમાં મોબાઈલ મુકવા માટે નાનકડું પાટિયું હોય છે પણ મોબાઈલનું સ્ટેન્ડ ન હોય તો... તો જૂઓ આ બાળકની બુદ્ધિ... કેળાનો કેવો સદુપયોગ કર્યો...

8 કામ કરતા કરતા પિઝ્ઝા ઠંડો થઈ ગયો છે, ચિંતા ન કરશો... લેપટોપના ચાર્જર ઉપર આવી રીતે મૂકી દો... કામ પણ થશે અને પિઝા ગરમ પણ રહેશે...

9 આળસુઓનો એવોર્ડ આ ભાઈને આપવો જોઈએ... સોફા ઉપરથી ખસ્યા વગર જ્યૂસ પીવા માટે આટલી મોટી સ્ટ્રો વિકસાવી દીધી... છે ને કમાલ....

10 ટોપી પહેર્યા પછી હેડફોન પહેરવામાં તકલીફ પડતી હોય છે પણ આ ભાઈ જેવું ભેજું વાપરીએ તો કદાચ વાંધો ન આવે....

Gujarat