Get The App

National Doctor's Day: ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી જોશીની કહાની

Updated: Jul 1st, 2022

GS TEAM


Google News
Google News
National Doctor's Day: ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી જોશીની કહાની 1 - image


-અમેરિકાની ધરતી પર પગ મૂકનાર આનંદી જોશી પ્રથમ ભારતીય મહિલા પણ હતા

નવી દિલ્હી, તા. 1 જૂલાઇ 2022, શુક્રવાર

ભારતમાં શિક્ષણનું સ્તર ઘણું સુધર્યું છે, ખાસ કરીને મહિલાઓ વિશે, આજના સમયમાં, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે, પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે 18મી સદીમાં ભારતની કોઈપણ મહિલા ડૉક્ટર ઇતિહાસ રચશે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે તે સમયના મુશ્કેલ સંજોગોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી અને વિદેશમાંથી શિક્ષણ મેળવીને ભારતની પ્રથમ ડૉક્ટર બની. આ મહાન મહિલાનું નામ છે આનંદીબાઈ જોશી.

National Doctor's Day: ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી જોશીની કહાની 2 - image
આનંદી ગોપાલ જોશી


આનંદી ગોપાલ જોશીનો જન્મ 31 માર્ચ 1865માં એક બ્રાહ્મણ પરિવારમાં મહારાષ્ટ્રના થાણા જિલ્લાના કલ્યાણમાં થયો હતો. તેમનું નામ યમુના રાખવામાં આવ્યુ હતુ.

9 વર્ષની ઉંમરમાં થયા હતા લગ્ન 

Anandi Gopal Joshiનું જીવન પ્રેરણાથી ભરેલુ રહ્યું. તે ભારતના પહેલા મહિલા ડૉક્ટર બન્યા જેમણે અમેરિકાથી ક્વોલિફાઈ કર્યું. અમેરિકાની ધરતી પર પગ મૂકનાર આનંદી જોશી પ્રથમ ભારતીય મહિલા પણ હતા. 9 વર્ષની ઉંમરમાં આનંદીના લગ્ન વિધુર ગોપાલરાવ જોશી સાથે કરવામાં આવ્યા.પરંતુ લગ્ન બાદ તેમનું નામ બદલીને આનંદી કરી દેવાયુ. 

14 વર્ષની ઉંમરમાં માતૃત્વ સુખથી વંચિત રહ્યા અને સ્વાસ્થ્ય સેવાઓના અભાવે તેમના દિકરાનો જીવ ગયો. આ ઘટનાએ તેમના જીવન પર મોટી અસર છોડી.

ગોપાલરાવે આનંદીને ભણવા માટે પ્રેરણા આપી. તે ભણવા બાબતે ઘણા કડક હતા. ગોપાલરાવ આનંદીના શિક્ષણને લઈને એટલા કડક હતા કે એકવાર જ્યારે આનંદી રસોડામાં મદદ કરાવી રહ્યા હતા તો તેમણે આ રીતે સમય વેડફવાના કારણે ગુસ્સો કર્યો અને આનંદીને લાકડીથી માર માર્યો.

અમેરિકામાંથી મેળવી મેડિકલ ડિગ્રી

આનંદી અભ્યાસ કરતા રહ્યા અને 1886માં તેમને અમેરિકાના પેનસિલ્વેનિયા મેડીકલ કોલેજમાંથી એમડીની ડિગ્રી પણ મળી ગઈ. પરંતુ નિયતીને બીજુ જ કંઈક મંજૂર હતુ અને સમગ્ર દુનિયામાં ભારતીય મહિલાઓનું માથુ ગર્વથી ઉપર કરનાર આનંદીએ 22 વર્ષના થવાના એક મહિના પહેલા જ દુનિયામાંથી વિદાય લીધી. 

દુરદર્શન પર આવી સીરિયલ 

National Doctor's Day: ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી જોશીની કહાની 3 - image

દૂરદર્શન પર 'આનંદી ગોપાલ' નામની સીરિયલ આવી ચૂકી છે. જેમાં તેમના સમગ્ર જીવનને દર્શાવાયુ છે. આ સિવાય મરાઠી અને હિંદીમાં કેટલીય શોર્ટ ફિલ્મો બની છે.

Tags :