Get The App

મુલેઠી ફેસપેકની મદદથી ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશનથી છૂટકારો મેળવો

- જાણો, અલગ અલગ સ્કિન ટાઇપ માટે મુલેઠી ફેસપેકનો ઉપયોગ કરવા માટેની ટિપ્સ

Updated: Jul 16th, 2020

GS TEAM


Google News
Google News
મુલેઠી ફેસપેકની મદદથી ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશનથી છૂટકારો મેળવો 1 - image

નવી દિલ્હી, તા. 16 જુલાઇ 2020, ગુરુવાર 

જ્યારે પણ સ્કિનકેરની વાત આવે છે તો મહિલાઓ હંમેશા એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરતી હોય છે જેનાથી કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ ન થાય. તેમછતાં ઘણી બધી મહિલાઓ કેમિકલ યુક્ત પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરવા પર મજબૂર થઇ જાય છે જે સ્કિનની ક્વૉલિટીને અસર કરી શકે છે. એવામાં જો તમે તમારી ત્વચા માટે ઘરેલૂ ઉપચાર શોધી રહ્યા છો તો જાણો, ક્યા ઉપચારથી તમારી સ્કિનને કાળજી રાખી શકો છો. 

જો તમારા ચહેરા પર પણ ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશન હોય તો તમે પણ તેનાથી છૂટકારો મેળવવા માટે મુલેઠીનો ઉપયોગ કરી શકો છો. મુલેઠીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. કેટલાય વર્ષોથી ઘણા લોકો મુલેઠીના પાઉડરનો ઉપયોગ ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કરતા આવ્યા છે. તેવી જ રીતે ક્લિયર સ્કિન માટે પણ મુલેઠી શ્રેષ્ઠ ઓપ્શન છે. તો જાણો મુલેઠીમાંથી ઘરે જ બનાવવામાં આવતા ફેસપેક વિશે જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 

1. સેન્સિટિવ સ્કિન માટે મુલેઠી અને ચંદનનો ફેસપેક

સેન્સેટિવ સ્કિન પર સોજો આવવો અથવા રિયેક્શન આવવાનું જોખમ વધારે રહે છે. એવામાં ત્વચા પર એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી સ્કિનને આરામ મળે. એટલા માટે સેન્સેટિવ સ્કિન ધરાવતા લોકો માટે મુલેઠી અને ચંદનનો ફેસપેક યોગ્ય રહેશે. મુલેઠી તમારી ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે અને ચંદન પાઉડર ત્વચાને શાંત કરે છે. 

સામગ્રી : 

- 1 ચમચી મુલેઠી પાઉડર

- અડધી ચમચી ચંદનનો પાઉડર

- 2 ચમચી દૂધ

ફેસપેક બનાવવાની રીત : 

- એક વાટકીમાં સૌથી પહેલા મુલેઠી અને ચંદનનો પાઉડર મિક્સ કરો. 

- હવે તેમાં દૂધ નાંખીને મિશ્રણ બનાવો. 

- ધ્યાન રાખો કે મિશ્રણ વધારે પતલું ન બને અને તેમાં ગાંઠો ન પડે. બસ આ ફેસપેક હવે તૈયાર છે. 

- પહેલા ચહેરાને પાણીથી ધોઇને લૂછી લો. 

- એક બ્રશની મદદથી ફેસપેકને પોતાની ત્વચા પર લગાવો અને ડોક પર પણ લગાવો. 

- હવે 15 થી 20 મિનિટ પછી પોતાના ચહેરાને ઠંડાં પાણીથી ધોઇ નાંખો. 

- તેનાં સારા પરિણામ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત ફેસપેકનો ઉપયોગ કરો. 

2. ઓઈલી સ્કિન માટે મુલેઠી, સંતરા અને લીંબૂનો ફેસપેક 

ઓઈલી સ્કિનને કંઇક એવો ફેસપેક જોઇએ જે તેમના ચહેરા પરના ખીલ અને બીજા ડાઘ-ધબ્બા દૂર કરી શકે. એવામાં આ ફેસપેક તમારા માટે ખૂબ જ લાભદાયી છે. લીંબૂ અને સંતરા તમારા પોર્સને ખોલે છે અને વધારાના તેલને શોષી લે છે. ત્યારે મુલેઠી તમારી ત્વચામાં નિખાર લાવે છે અને ગ્લો આપે છે. 

સામગ્રી : 

- 1 ચમચી મુલેઠી પાઉડર

- 1 સંતરાની છાલ

- 1 ચમચી લીંબૂનો રસ

ફેસપેક બનાવવાની રીત : 

- સંતરાની છાલથી શરૂઆત કરો. સંતરાની છાલને સૌથી પહેલાં ધોઇ લો અને ત્યારબાદ તેને મિક્સરમાં મિક્સ કરી લો. 

- હવે તેને એક વાટકીમાં કાઢીને તેમાં મુલેઠી પાઉડર મિક્સ કરી લો. 

- આ સાથે જ તેમાં લીંબૂનો રસ ઉમેરી દો. 

- સૌથી પહેલા ચહેરાને પાણીથી ધોઇ લો. 

- હવે પોતાના ચહેરા પર આ ફેસપેક લગાવો અને 5 મિનિટ સુધી રહેવા દો. 

- જ્યારે આ ફેસપેક થોડું સુકાઇ જાય ત્યારે પોતાના ચહેરા પર હળવા હાથેથી મસાજ કરો. 

- હવે 10 મિનિટ સુધી તેને પોતાના ચહેરા પર રહેવા દો અને ત્યારબાદ ઠંડાં પાણીથી ફેસ ધોઇ નાંખો. 

- ત્યારબાદ ચહેરા પર ગુલાબ જળ લગાવો. 

- અઠવાડિયામાં 2 થી 3 વાર આ ફેસપેકનો ઉપયોગ કરો. 

3. મિક્સ સ્કિન માટે મુલેઠી, એલોવેરા ફેસ પેક

મિક્સ સ્કિન સૌથી વધારે કૉમ્પ્લિકેટ સ્કિન ટાઇપ હોય છે. જ્યાં ત્વચાનો કેટલોક ભાગ ઓઈલી તો થોડોક ભાગ સામાન્ય અથવા ડ્રાય હોય છે. એવામાં સમજવું મુશ્કેલ બની જાય છે કે સ્કિન પર કયા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. એટલા માટે મુલેઠી એલોવેરાનું કોમ્બીનેશન ઓઈલી અને ડ્રાય એમ બંને સ્કિન ટાઇપના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. 

સામગ્રી : 

- 1 ચમચી મુલેઠી પાઉડર

- 1 ચમચી એલોવેરા પલ્પ

- 1 ચમચી એપ્પલ સીડર વિનેગર 

ફેસપેક બનાવવાની રીત :  

- સૌથી પહેલા એક એલોવેરાનું પાંદડું લો અને ચમચીની મદદથી તેમાંથી પલ્પ બહાર નિકાળો. 

- હવે તેને એક વાટકીમાં કાઢી લો અને સાથે મુલેઠી પાઉડર નાંખીને જ મિક્સ કરી લો. 

- હવે તેમાં એપ્પલ સીડર વિનેગર મિક્સ કરો અને ત્રણેયને સરખી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. 

- સૌથી પહેલા ફેશવોશથી ચહેરો ધોઇ લો. 

- ત્યારબાદ ફેસપેકને પોતાના ચહેરા પર લગાવો અને 20 થી 25 મિનિટ સુધી રહેવા દો. 

- હવે ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાંખો. 

- અઠવાડિયામાં લગભગ 3 વાર આ ફેસપેકનો ઉપયોગ કરો. 

4. સામાન્ય ત્વચા માટે મુલેઠી અને મધનો ફેસપેક 

દરેકને સામાન્ય ત્વચા જોઇએ છીએ કારણ કે સામાન્ય ત્વચા ઘણી બેલેન્સડ હોય છે. જો કે, તેનો અર્થ એ નથી કે સામાન્ય ત્વચા ધરાવતા લોકોને સ્કિન સંબંધિત કોઇ સમસ્યા નથી હોતી. તેમના ચહેરા પર બ્લેકહેડ્સ, ખીલ અથવા વ્હાઇટહેડ્સ હોઇ શકે છે. એટલા માટે મુલેઠી અને મધનું ફેસ પેક સામાન્ય અને બેલેન્સડ સ્કિન ધરાવતા લોકો માટે ફાયદાકારક રહેશે. 

સામગ્રી : 

- 2 ચમચી મુલેઠી પાઉડર

- દોઢ ચમચી મધ

- 1 ચમચી લીંબૂનો રસ

ફેસપેક બનાવવાની રીત : 

- સૌથી પહેલા એક વાટકીમાં મુલેઠી પાઉડર અને મધ મિક્સ કરો. 

- બંનેને એક વાટકીમાં સારી રીતે મિક્સ કરી લો અને ધ્યાન રાખો કે તે વધારે પતળું મિશ્રણ ન હોય અને ન તો તેમાં ગાંઠ પડે. 

- હવે તેમાં લીંબૂનો રસ મિક્સ કરો. ત્રણેય વસ્તુઓનું મિશ્રણ તૈયાર છે. 

- જો આ પેસ્ટને થોડીક પાતળી કરવી હોય તો તમે તેમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરી શકો છો. 

- સૌથી પહેલા ચહેરાને ધોઇ નાંખો. 

- એક બ્રશ કે ચમચીના પાછળના ભાગથી ફેસપેકને ચહેરા પર અને ડોકના ભાગે લગાવો. 

- ઓછામાં ઓછી 25 મિનિટ સુધી ફેસપેકને ચહેરા પર રહેવા દો ત્યારબાદ પાણીથી ચહેરો ધોઇ લો. 

- ત્યારબાદ ચહેરા પર ગુલાબ જળ લગાવો. 

- આ ફેસપેકમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર ચહેરા પર લગાવો. 

Tags :