નવી દિલ્હી, તા. 15 જુલાઇ 2020, બુધવાર
એક સમય હતો જ્યારે બાળકોને કંઇ પણ પહેરાવી દઇએ તો તે તેમાં જ ખુશ થઇ જતા હતા પરંતુ જમાનાની સાથે બાળકો પણ હવે મૉર્ડન થઇ ચુક્યા છે. તેમને દરેક વસ્તુ પોતાના ડ્રેસ સાથે પરફેક્ટ જોઇએ છીએ.
મોનસૂન સીઝનમાં વરસાદ પડશે કે નહીં તે વિશે જાણી શકાતું નથી. એવામાં ઘરની બહાર નિકળતી વખતે બાળકોને વરસાદથી બચાવવા જરૂરી હોય છે, જેથી તેમને ઠંડી ન લાગે અને શરદી-તાવની અસર ન આવી જાય. પેરેન્ટ્સ બાળકની કાળજી રાખવા માટે તેને રેઇન કોટ અને અમ્બ્રેલાની સાથે જ ઘરની બહાર મોકલે છે અથવા પોતાની સાથે લઇ જાય છે. હવે મોર્ડન જમાનામાં બાળકોના રેઇન કોટ તેમજ અમ્બ્રેલામાં પણ વિવિધતા જોવા મળે છે જેનાથી બાળકો વરસાદમાં બચી પણ શકે છે અને સાથે જ તેમનો ફેશન સ્વેગ પણ જળવાઇ રહે છે.
મોનસૂન સીઝનમાં રેઇન કોર્ટ સાથે મેચિંગ અમ્બ્રેલાનો ટ્રેન્ડ
આજકાલ બાળકો માટે માર્કેટમાં બાળકોના કપડામાં ઘણી વિવિધતા જોવા મળે છે તેવી જ રીતે રેઇન કોટને મેચિંગ અમ્બ્રેલાની ફેશન ટ્રેન્ડમાં છે. ન માત્ર અમ્બ્રેલા પરંતુ શૂઝ, બેગ્સ અને કોર્ટની સાથે કેપ એમ બધુ જ મેચિંગમાં મળી રહ્યું છે. તમે તમારા બાળકો માટે અલગ-અલગ થીમમાં આ સેટ સિલેક્ટ કરી શકો છો. જો તમારું બાળક બર્ડ લવર છે તો તેના માટે બર્ડ થીમ અને જો તમારી દિકરી બાર્બીની શોખીન છે તો તેના માટે ડોલ થીમવાળો સેટ ખરીદી શકો છો.
Penguin Bird થીમવાળો રેઇન કોટ અને તેની સાથે મેચિંગ અમ્બ્રેલા તેમજ શૂઝ તમારા બાળકને ખૂબ જ ઇમ્પેસ કરશે.
Monkey Theme વાળો રેઇન કોટ સૌથી ફની આઇડિયા છે.
Owl Theme વાળો રેઇન કોટ પણ ઘણો રમૂજી તેમજ યૂનિક આઇડિયા છે જે તમારા બાળકોને ઘણું પસંદ આવશે.
ડોલફીન ફિશ થીમવાળો રેઇન કોટ સમુદ્ર પ્રેમી બાળકો માટે સૌથી બેસ્ટ છે.
યલો ડક યૂએફઓ થીમવાળો રેઇનકોટ પણ તમારા બાળકને ખૂબ પસંદ આવશે. આજકાલ તેની ડિમાન્ડ વધી રહી છે.
મરમેડ થીમ તો બેબી ગર્લ્સને ખૂબ જ પસંદ હોય છે, તમે તમારી લાડકી માટે આ થીમનો રેઇન કોટ સેટ સિલેક્ટ કરી શકો છો.
ડાન્સિંગ ડૉલ્સ પણ બેબી ગર્લ્સને ખૂબ જ પસંદ હોય છે, તમે આ જ થીમનો રેઇન કોટ ખરીદીને તેને સરપ્રાઇઝ કરી શકો છો.
LadyBird beetle થીમ તો બાળપણની યાદ અપાવે છે, આ થીમ તમારા બાળકને ખૂબ જ ગમશે.
બટરફ્લાય થીમ તો છોકરીઓ માટે બેસ્ટ છે જેની આસપાસ તે પોતાનું બાળપણ પસાર કરતી હોય છે.


