Get The App

છેડતી કરનાર પર મરચું છાંટશે આ કાનનું ઝુંમર, જાણો કેવી રીતે

Updated: Mar 1st, 2020

GS TEAM

Google News
Google News
છેડતી કરનાર પર મરચું છાંટશે આ કાનનું ઝુંમર, જાણો કેવી રીતે 1 - image


નવી દિલ્હી, 1 માર્ચ 2020, રવિવાર

મહિલાઓની સુરક્ષાને વધારવા માટે વારાણસીના એક યુવાનએ એક નવી શોધ કરી છે. શ્યામ ચૌરસિયા નામના વ્યક્તિએ એવા ઝુમર તૈયાર કર્યા છે જેમાંથી મરચાંની બનેલી ગોળી છુટે છે. વારાણસીના શ્યામએ તેને બનાવ્યા છે. આ અંગે તેણે જણાવ્યાનુસાર આ ઝુમર કાનમાં પહેર્યા બાદ યુવતીઓની સુરક્ષા વધી જશે. આ ઝુમખા મહિલાઓ સાથે છેડતી કરનારને ભાગવા પર મજબૂર કરી દેશે. 

કેવી રીતે કામ કરે છે સ્માર્ટ ઝુમખું

આ ઝુમખા લોફરોને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેમાંથી મરચાંની ગોળીઓ નીકળે છે. શ્યામએ જણાવ્યાનુસાર આ ઝુમખા એક પ્રકારના ઈવ ટીચિંગ ડિવાઈસ છે. જે મહિલાઓના કાનના ઝુમખા જેવું દેખાય છે.

છેડતી કરનાર પર મરચું છાંટશે આ કાનનું ઝુંમર, જાણો કેવી રીતે 2 - imageઆ સ્માર્ટ ઈયરિંગમાં ગનની જેમ અવાજ સાથે ગોળી ચલાવે છે. આ ગોળી મરચાંની બનેલી હોય છે. ઝુમખામાં ફીટ બટન દબાવતાંની સાથે જ તેમાંથી ફાયરિંગ થાય છે અને યુવતીની છેડતી કરનાર યુવક પર વરસી પડે છે. 

આ ડિવાઈસની ખાસિયત એ પણ છે કે તે 100 અને 112 પણ ડાયલ કરી શકે છે. એટલે કે બટન દબાવતાની સાથે છેડતી કરનારથી રક્ષણ પણ થશે અને પોલીસને જાણ પણ થઈ જશે. આ ઈયરિંગને મોબાઈલ પર બ્લૂટૂથથી અટેચ પણ કરી શકાય છે. 

છેડતી કરનાર પર મરચું છાંટશે આ કાનનું ઝુંમર, જાણો કેવી રીતે 3 - imageઆ ઈયરિંગનું વજન 45 ગ્રામ છે અને લંબાઈ 3 ઈંચ છે. તેને તૈયાર કરવામાં 450 રુપિયા ખર્ચ થાય છે. તેમાં 70 વોલ્ટની બેટ્રી અને 2 સ્વિચ છે. પહેલી સ્વિચ ગન ટ્રીગર છે અને બીજી સ્વિચ 100 નંબર ડાયલ કરવાની સ્વિચ છે. 

Tags :