પિતા બનનાર વ્યક્તિને આ દેશોમાં મળે છે સૌથી વધારે રજાઓ, જાણો ભારતનો કયો છે ક્રમ
નવી દિલ્હી, 14 નવેમ્બર 2019, ગુરુવાર
જેવી રીતે માતા બનવું એક સુખદ અનુભવ છે તેવી જ રીતે પિતા બનનાર પુરુષ માટે પણ તે સૌથી શ્રેષ્ઠ અનુભવ હોય છએ. ઘણીવાર પિતા બનનાર પુરુષની ઈચ્છા હોય છે કે તે પણ પોતાના બાળક સાથે વધારે સમય પસાર કરે અને બાળકની સાર, સંભાળ લે. પરંતુ ઓફિસમાં રજા ન મળતી હોવાના કારણે તે બાળકના જન્મ પછીના સુખદ દિવસોને માણી શકતાં નથી. પરંતુ આ મામલે કેટલાક દેશ એવા છે જે પુરુષોને આ અનુભવને માણવા માટે રજાઓ આપે છે.
આ કામમાં જાપાન નંબર એક પર આવે છે. અહીં પિતા બનનારને 30 સપ્તાહની રજા આપવામાં આવે છે. આ રજાઓ દરમિયાન તેને પૂરો પગાર આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં માત્ર 5 ટકા લોકો જ અહીં રજા લે છે.
બીજાક્રમે કોરિયા આવે છે. અહીં પૂરા પગાર સાથે પુરુષો માટે 17 સપ્તાહની રજાની જોગવાઈ છે. પરંતુ અહીંયા પણ સ્થિતિ જાપાન જેવી જ છે. જાપાનની જેમ અહીંયા પણ રજા લેનાર પુરુષોની સંખ્યા ઓછી છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ત્રીજા ક્રમે આવે છે પોર્તુગાલ. આ દેશમાં પિતા બનનારને 20 દિવસની રજા આપવામાં આવે છે. આ 20 દિવસમાં તેને પૂરો પગાર આપવામાં આવે છે. પરંતુ ત્યાર પછી પણ જો તેમને રજાની જરૂર હોય તો ઓછા પગારે કે કપાત પગારે 12.5 સપ્તાહની રજા લઈ શકે છે.
ચોથા ક્રમે આવે છે સ્વીડન. અહીં પુરુષોને 90 દિવસની રજા આપવામાં આવે છે. જ્યારે માતા અને પિતા બંનેને મળીને કુલ 480 દિવસની રજા મળે છે. જો કે આ દિવસો દરમિયાન તેમને પગાર ઓછો મળે છે. પરંતુ 90 દિવસની રજા લેનારનો પગાર કપાતો નથી.
પાંચમા ક્રમે આવે છે. એસ્ટોનિયા. એસ્ટોનિયામાં બાળકોના જન્મ પછી 2 સપ્તાહની રજા લઈ શકાય છે. ત્યારબાદ કપાત પગારે તેમને રજા લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ યાદીમાં ભારતનો ક્રમ 13માં નંબરએ છે. વર્ષ 2017થી ભારતમાં 15 દિવસની રજાનો અધિકાર પુરુષોને આપવામાં આવ્યો છે. આ દિવસોનો તેને પુરો પગાર આપવામાં આવે છે. જો કે કેટલીક ખાનગી કંપનીઓ વધારે રજાઓ પણ આપે છે.