આ વ્યક્તિએ હાથ પર બારકોડનું ટેટૂ કરાવ્યું, કાર્ડ-મોબાઈલ વગર કરે છે ઓનલાઈન પેમેન્ટ!
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર
આ ઓનલાઈન શોપિંગનો સમય છે, લોકોએ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું છે. પૈસાની લેવડદેવડ એટલી સરળ બની ગઈ છે કે લોકોને રોકડ સાથે રાખવાની જરૂર નથી. ખિસ્સામાંથી ફોન કાઢ્યો, પેમેન્ટ એપ દ્વારા દુકાનમાં લગાવેલ QR કોડ સ્કેન કર્યો અને પેમેન્ટ કર્યું. જેમ જેમ સુવિધાઓ સરળ થતી જાય છે તેમ તેમ લોકો તેને વધુ સરળ બનાવવા લાગે છે. તાઈવાનના એક માણસને પણ આવો જ વિચાર આવ્યો જ્યારે તેને વારંવાર તેનો ફોન કાઢીને ચૂકવણી કરવી ભારે પડી. પછી તેણે એવી યુક્તિ કાઢી કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
રિપોર્ટ અનુસાર, ત્યાંના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડી-કાર્ડ પર તાઈવાનના એક વ્યક્તિના બારકોડ ટેટૂની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે વ્યક્તિએ પોતાના હાથ પર ટેટૂ બનાવ્યું છે. સામાન્ય રીતે લોકો ટેટૂ તરીકે તેમના પ્રિયજનોની ડિઝાઇન અથવા નામ ટેટૂ કરાવે છે, પરંતુ આ વ્યક્તિએ એક પગલું આગળ વધીને તેના હાથ પર બારકોડ ટેટૂ કરાવ્યું. તેણે આવું એટલા માટે કર્યું કે તેણે પેમેન્ટ કરવા માટે પોતાનો ફોન ઉપયોગ ન કરવો પડે. જો બારકોડને ટેટૂની જેમ બનાવવામાં આવે છે અને લાઇનોમાં થોડો ફેરફાર પણ કરવામાં આવે છે, તો તે બારકોડનો કોઈ ફાયદો થશે નહીં. તે ટેટૂ આર્ટિસ્ટની કળા હતી કે તેણે કોડને તેના હાથ પર યોગ્ય રીતે ટેટૂ બનાવ્યો.