લોકડાઉન વચ્ચે બાળકો પાસે કરાવો આ ક્રિએટિવ એક્ટિવિટી
નવી દિલ્હી, 3 એપ્રિલ 2020, શુક્રવાર
લોકડાઉન હોવાથી ઘરમાંથી બાળકો રમવા માટે બહાર જઈ શકતા નથી અને આખો દિવસ ઘરમાં રહેવાથ તે કંટાળી અને એકબીજા સાથે ઝઘડવા લાગે છે. તેવામાં માતા પિતા પણ કંટાળો અનુભવે છે. આવી સ્થિતિમાં તમે બાળકો પાસે ફ્રી ટાઈમમાં ક્રિએટિવ વર્ક કરાવી શકો છે. ઘરમાં પડેલી વધારાની વસ્તુઓથી તમે બાળકોને આ પ્રકારની વસ્તુ બનાવવામાં વ્યસ્ત કરી શકો છો.
1. મોજાની ઢિંગલી
સામગ્રી
મોજા 2
ઉન જરૂર અનુસાર
કાતર
ગમ 1 બોટલ
આંખ બનાવવા માટે કાગળ
રીત
સૌથી પહેલા મોજાને સાફ કરી લેવા. હવે મોજા જે તરફથી બંધ હોય તેના પર કાગળમાંથી આંખ બનાવી ચોંટાડવી. હવે તેના પર ઊનની મદદથી વાળ બનાવો અને ઉપરના ભાગમાં લગાવો. તૈયાર છે મોજાની ઢીંગલી. હવે બાળકોને મોજા હાથમાં પહેરાવી તેની મદદથી વાર્તા કહેવાનું શીખવાડો.
પ્લાસ્ટિક બોટલની પિગી બેન્ક
સામગ્રી
બોટલ 1
કલરફુલ પેપર 2 શીટ
સ્ટોન 4
માર્કર 2
ગમ 1 બોટલ
ચાકૂ અને કાતર
આંખ બનાવવા માટે કાગળ
રીત
બોટલ જો મોટી હોય તો તેને વચ્ચેથી કાપી નાની કરી તેના બંને ભાગ એકબીજા સાથે ફરીથી ચોંટાડી નાની કરી લો. જો નાની બોટલ હોય તો તેમાં પહેલા ચાકૂની મદદથી સિક્કો જાય તેવો કટ કરો. હવે તેના પર કલર ફૂલ પેપર લગાવી દો. તેના પર તમે કલર પણ કરી શકો છો. હવે તેના ઢાંકણ તરફ તેની બે આંખ બનાવો અને તેના પર પેપરમાંથી કાન કટ કરી લગાવો. ફોટોમાં દર્શાવ્યાનુસાર તમે પીગી બેન્કને રેડી કરો.