માઇગ્રેનની પીડા બે કલાકમાં મટાડી દેતું મેગ્નેટિક ડિવાઇસ
માથામાં સણકા સાથે અસહ્ય પીડા આપતા આધાશીશી અથવા માઇગ્રેનથી પીડાતા લાખો લોકો માટે આશાના કિરણ સમાન મેગ્નેટિક ડિવાઇસ વિજ્ઞાાનીઓએ વિકસાવી છે. આ મેગ્નેટિક ડિવાઇસ વિકસાવનારા અમેરિકન વિજ્ઞાાનીઓનો દાવો છે કે 'પેઇન-ઝેપર'નામની આ ડિવાઇસને માથાની પાછળ રાખવાથી માત્ર બે કલાકમાં માઇગ્રેનનો દુખાવો મટી શકે છે.
હેર ડ્રાયર જેવું કદ અને વજન ધરાવતી આ ડિવાઇસ સિંગલ પલ્સ ટ્રાન્સક્રેનીઅલ મેગ્નેટીક સ્ટિમ્યુલેશન (એસટીએમએસ) નામની ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજીમાં મગજના કોષોને ઉત્તેજીત કરવા શક્તિશાળી ચુંબકની મદદથી વીજ કરંટ ઉત્પાદિત કરવામાં આવે છે.
માઇગ્રેનનો દુખાવો શરૂ થયાનો પ્રથમ સંકેત મળ્યા બાદ આ ડિવાઇસને માથાની પાછળની તરફ રાખીને સ્વીચ ચાલુ કરવામાં આવે છ, ડિવાઇસ દુખાવા માટે જવાબદાર 'ઇલેક્ટ્રીક સ્ટ્રોમ'ને વેરવિખેર કરે છે. કેલિફોર્નિયાની એક કંપનીના વિજ્ઞાાનીઓએ આ ડિવાઇસ બનાવી છે, કંપનીએ માઇગ્રેનથી પીડાતા ૧૬૦ દર્દીઓ પર તેનો સફળ પ્રયોગ કર્યો હતો, દર્દીઓમાં પુરુષો અને સ્ત્રીઓ સામેલ હતા.