મનાલીની આ 6 જગ્યાની મુલાકાત લઈ માણી શકો છો સ્નો ફોલની મજા
નવી દિલ્હી, 16 નવેમ્બર 2019, શનિવાર
અનેક લોકો એવા હોય છે જેમને ઠંડી હોય તેવી જગ્યાઓએ ફરવા જવું ગમે છે. તેમાં પણ જો તે જગ્યાએ સ્નો ફોલ થતો હોય તો ત્યાં ફરવાની મજા કંઈક ઓર જ હોય છે. શિયાળાના ઠંડી મોસમમાં સ્નો ફોલની પણ મજા માણવી હોય તો મનાલી બેસ્ટ વિકલ્પ છે. ભારતની આ જગ્યા ફરવા માટે બેસ્ટ છે અને ત્યાંની આ 6 જગ્યાઓએ તમે સારી રીતે સ્નો ફોલ માણી શકો છો. સામાન્ય રીતે અહીં ડિસેમ્બર માસથી બરફ વર્ષા શરૂ થઈ જાય છે.
માલ રોડ
મનાલીમાં સૌથી ફેમસ આ જગ્યા તમને ટાઉનના દરેક ભાગ સાથે જોડે છે. અહીં સુંદર નજારો માણવાની સાથે તમે શોપિંગ પણ કરી શકો છો.
સોલંગ વેલી
જો તમને એડવેન્ચર પસંદ હોય તો સોલંગ વેલી તરફ અચૂક જવું. આ જગ્યા મનાલીથી 14 કિમી દૂર છે અને અહીં કેબલ કાર, હેલિકોપ્ટર રાઈડ, ટ્રેકિંગ, સ્કીંઈગ વગેરે એડવેન્ચર કરી શકાય છે.
ઓલ્ડ મનાલી
નેચર પ્રિય હોય તો ઓલ્ડ મનાલીની મુલાકાત લેવી. અહીં ટ્રેડિશનલ અને મોર્ડન પ્લેસ જોવા મળશે. આ ઉપરાંત અહીંના સુંદર મંદિરોના દર્શન પણ કરી શકો છો.
ગુલાબા
મનાલીથી 20 કિમી દૂર આવેલું છે આ સ્થાન. આ જગ્યા બરફથી આચ્છાદિત હોય છે. સ્નો લવર્સ માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં પેરાગ્લાઈડિંગ અને સ્કીઈંગ પણ કરી શકાય છે.
હંપટા પાસ
કુલ્લૂ વૈલી પર બરફ વર્ષા જોવાની મજા અલગ જ અનુભવ કરાવે છે. મનાલી જાઓ તો આ જગ્યાએ ખાસ જવું.
ખીર ગંગા
ખીર ગંગા નેચરલ બ્યૂટી ધરાવે છે. અહીં જવા માટે ટ્રેકિંગ કરવું પડે છે.