આ મહિલા ખાવાપીવાની વસ્તુઓમાં લોહીનો કરે છે ઉપયોગ, જુઓ video
નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2019, મંગળવાર
લોકોને દારુ, સિગારેટ, તંબાકૂ જેવી વસ્તુઓનું વ્યસન હોય છે. પરંતુ આજે તમને એવી મહિલા વિશે જાણવા મળશે જે ખરેખર લોહી પીવાની આદત ધરાવે છે. સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આ મહિલા વિશે જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. તેની હરકતો જોઈ લોકો પણ ડરી જાય છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
29 વર્ષીય મીશૈલ કિશોરાવસ્થાથી જ પોતાની જાતને બટકા ભરવાનો પ્રયત્ન કરતી અને જ્યારે લોહી નીકળે તો તેને ચાટી જતી. આ આદતના કારણે તેને લોહી પીવાની લત લાગી ગઈ છે. હવે આ લત એટલી વધી ગઈ છે કે તે રોજ બજારમાંથી ભુંડનું રક્ત ખરીદે છે અને તેનો ઉપયોગ ખાવા પીવામાં કરે છે.
મીશૈલ માત્ર ભૂંડનું નહીં પરંતુ અન્ય પ્રાણીનું લોહી પણ પીવે છે. તેને એક શોમાં બોલાવવામાં આવી ત્યારે તેણે આ શોખ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે દરેક વ્યક્તિનો પોતાનો અલગ ટેસ્ટ હોય છે. એટલા માટે મને રક્ત પીવાનું ગમે છે. તેણે વધુમાં ઉમેર્યુ હતું કે તેને તાજું લોહી વધારે પસંદ છે જ્યારે તે તેના નજીકનાઓનું લોહી હોય. તે સ્પષ્ટ કહે છે કે તે કોઈ રાક્ષસ નથી માણસ જ છે. પરંતુ તે પોતાની ખાવા પીવાની વસ્તુઓમાં લોહી ઉમેરીને તેનો ઉપયોગ કરે છે.