પરફેક્ટ સમર લુક માટે ખરીદો કોલ્હાપુરી ચપ્પલ, જુઓ 10 લેટેસ્ટ ડિઝાઈન્સ
અમદાવાદ, 17 એપ્રિલ 2019, બુધવાર
ઉનાળામાં યુવતીઓ એવા ફૂટવેર પહેરવાનું પસંદ કરે છે કે જેના કારણે પગમાં પરસેવો થાય નહીં. પગમાં ગરમી ન થાય અને ફેશનેબલ લુક જળવાઈ રહે તે માટે કોલ્હાપુરી ચપ્પલ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોલ્હાપુરી ચપ્પલ એથનિક અને વેસ્ટર્ન બંને લુક સાથે સૂટ કરે છે. એટલા માટે જ ઉનાળામાં આ પ્રકારના ચપ્પલ ખરીદવા જોઈએ. આજે તમને અહીં કોલ્હાપુરી ચપ્પલની કેટલીક લેટેસ્ટ ડિઝાઈન્સ વિશે જાણકારી મળશે. આ ડિઝાઈન્સ જોઈ તમે તમારા માટે બેસ્ટ ફૂટવેર પસંદ કરી શકશો.
ફૂટવેરમાં ચપ્પલોની ડિઝાઈન સૌથી જૂની છે. જો કે આજકાલ કોલ્હાપુરી ચપ્પલમાં એટલી વેરાઈટી જોવા મળે છે જે એથનિક લુક સાથે સ્ટાઈલિશ લુક પણ આપે છે. આ પ્રકારના ચપ્પલ કોલેજ જતી યુવતીઓથી લઈ ઓફિસ જતી વર્કિંગ વુમન માટે સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાબિત થઈ શકે છે.
ક્લાસિક ટૈન લેધર
ઈમ્બ્રોયડરી વર્ક
ફૈબ્રિક વર્ક
પોમપોમ સ્ટાઈલ
લેધર વિથ થ્રૈડ વર્ક
મોડર્ન સ્ટાઈલ કોલ્હાપુરી
ટૈસ્સલ વર્ક
મિરર વર્ક
કોઈન સ્ટાઈલ
પોમ પોમ વિથ ગોટા