Get The App

જાણો શું છે સોલો ડેટિંગ ટ્રેન્ડ? આજકાલ સોશિયલ મીડિયા પર થઈ રહ્યુ છે ફેમસ

Updated: Aug 28th, 2023


Google NewsGoogle News
જાણો શું છે સોલો ડેટિંગ ટ્રેન્ડ? આજકાલ સોશિયલ મીડિયા પર થઈ રહ્યુ છે ફેમસ 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 28 ઓગસ્ટ 2023 સોમવાર

પાર્ટનરની સાથે તો ડેટ પર સૌ કોઈ જાય છે, પરંતુ શું ક્યારેય કોઈ એકલા પણ ડેટિંગ પર જાય છે? તેનો જવાબ છે હા. એકલા ડેટ પર જવુ તેને માસ્ટરડેટિંગ કહેવામાં આવે છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યુ છે. સોલો ડેટિંગને ફોલો કરી રહેલા ઘણા લોકો આનો આનંદ ઉઠાવી રહ્યા છે. સાથે જ પોતાનો અનુભવ એક-બીજા સાથે શેર કરી રહ્યા છે. માસ્ટરડેટિંગના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા લોકો એકબીજાને જણાવી રહ્યા છે કે તેઓ સોલો ડેટિંગ કઈ રીતે એન્જોય કરી રહ્યા છે.  

શું છે માસ્ટરડેટિંગ

રિલેશનશિપ એક્સપર્ટ અનુસાર એકલા પોતાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી વખતે પોતાને ઓળખવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાને માસ્ટરડેટિંગ કહેવામાં આવે છે. આ સોલો ડેટ દરમિયાન લોકો એકલા ફરવા નીકળે છે, પોતાને ટ્રીટ અને ગિફ્ટ આપે છે. સાથે જ પોતાની અંદર છુપાયેલી ખૂબીઓ વિશે વિચારે છે. માસ્ટરડેટિંગનું આ ચલણ બ્રિટન અને અમેરિકા સહિત ઘણા અન્ય દેશોમાં પણ ખૂબ વધતુ જઈ રહ્યુ છે. 

મી-ટાઈમ એન્જોય કરવાની રીત છે

ડેટિંગ નિષ્ણાત અનુસાર માસ્ટરડેટિંગની પ્રેક્ટિસથી મી-ટાઈમ એન્જોય કરવાની અને પોતાના રસને જાણવાની તક મળે છે, જેનાથી લોકો પોતાની રૂચિઓને જાણીને તેમને પ્રોત્સાહન આપી શકે છે. તેમણે લોકોને પોતાને ડેટ પર લઈ જવા અને તે પ્રવૃતિઓને કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જેને કરવી તેમને ગમે છે, તેમના અનુસાર માસ્ટરડેટિંગ તે બાબત છે જેનો ઉપયોગ એકલા ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા, પોતાની કેર કરવી અને પોતાની જ કંપનીને એન્જોય કરવા માટે કરવામાં આવે છે. 

માસ્ટરડેટિંગ એન્જોય કરો

ફેમસ ડેટિંગ કોચ અનુસાર માસ્ટરડેટિંગનો અર્થ છે કે આ દરમિયાન પોતાની ઈચ્છાઓ, જરૂરિયાતો અને તે બાબતો વિશે વિચારવુ અને સમજવુ જે તમને ખુશી આપે છે. આ તમારા ઝુનૂનને ઉજાગર કરવા વિશે છે, જે કોઈ પણ બાબત અંગે તમારી અંદર છુપાયેલુ છે. માસ્ટરડેટિંગ ટ્રેન્ડ ફોલો કરતી વખતે વધારે કંઈક વિચારવા-સમજવા, પરેશાન થવા કે પછી એલર્ટ રહેવાની જરૂર નથી. બસ કંઈ પણ વિચાર્યા વિના સોલો ડેટિંગને એન્જોય કરવાની છે. જો તમે પોતાને પ્રેમ કરશો ત્યારે તે અન્યને તમને પ્રેમ કરવા માટે આકર્ષિત કરશે. 


Google NewsGoogle News