જાણો, ડિજિટલ આઇ સ્ટ્રેનના લક્ષણ અને ઉપચાર વિશે
- ડિજિટલ ઉપકરણોના વપરાશથી આંખને ઘણું નુકશાન થાય છે
નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
ડિજિટલ ઉપકરણોના સમયમાં આજે લોકો ડિજિટલ ઉપકરણોનો વધારેમાં વધારે ઉપયોગ કરી રહ્યા છે. હાલના સમયમાં મોટાભાગના લોકો સરેરાશ દરરોજના 2 કલાકથી વધારે સમય સુધી કૉમ્પ્યૂટર, લેપટોપ અથવા તો ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. લેપટોપ અથવા ફોનની સ્ક્રીન પર વધારે સમય સુધી જોવાને કારણે આંખની માંસપેશિઓ પર દબાણ પડે છે. જેના કારણે જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે આ ઉપરાંત પણ કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડિજિટલ ઉપકરણોના ઉપયોગથી ઉદ્દભવતી સમસ્યાઓને ડિજિટલ આઇ સ્ટ્રેન કહેવામાં આવે છે.
ડિજિટલ આઇ સ્ટ્રેનના લક્ષણ
- ઝાંખુ દેખાવું
- આંખોમાં સોજો
- આંખ લાલ થવી
- આંખોમાં ખંજવાળ આવવી
- ગળા અને ખભામાં દુખાવો થવો
ડિજિટલ આઇ સ્ટ્રેનથી બચવાના ઉપચાર
ડિજિટલ ઉપકરણોની રોશનીથી આંખને નુકશાન થઇ શકે છે. એવામાં અંધારામાં આ ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઇએ. જો કે આજના સમયમાં એવા ચશ્મા પણ મળી રહે છે જે ઉપકરણોની તીવ્ર રોશનીથી બચવામાં મદદરૂપ થાય છે. એટલા માટે લેપટોપ અને મોબાઇલનો ઉપયોગ કરતી વખતે આ ચશ્મા પહેરવા જોઇએ. આ ઉપરાંત આંખ અને સ્ક્રીન વચ્ચે ઓછામાં ઓછા એક ફૂટનું અંતર રાખો. તમે જ્યાં પણ આ ઉપકરણો વાપરી રહ્યા છો ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ હોવો જોઇએ જેથી આંખને નુકશાન ન થાય.
કૉમ્પ્યૂટર પર કામ કરતી વખતે તમે નાના ટેબલ લેમ્પનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી મૉનિટરના તીવ્ર પ્રકાશ ઓછો થઇ જાય છે. આ ઉપરાંત તમે લેપટોપ સ્ક્રીન પર સ્ક્રીન ગાર્ડ પણ લગાવી શકાય છે.
ઊંઘવા જતા પહેલા કોઇ પણ પ્રકારના ડિજિટલ ઉપકરણનો ઉપયોગ અડધા કલાક પહેલા બંધ કરી દેવો જોઇએ. આટલું જ નહીં પોતાના સ્માર્ટફોનને પણ બેડથી દૂર રાખવો જોઇએ. આ સાથે વર્ષમાં એકવાર આઇ ચેકઅપ કરાવવું જોઇએ.