ગજબ છે ! અહીં ચાકૂ અને સાપની મદદથી થાય છે બોડી મસાજ
દિલ્હી, 23 માર્ચ 2019, શનિવાર
જાપાન અને તાઈવાનમાં આજકાલ નાઈફ મસાજ ટ્રેંડમાં છે. આ મસાજનો પ્રારંભ ચીનમાં થયો હતો ત્યારબાદ હવે તે તાઈવાન સુધી પહોંચી છે. આ મસાજ થેરાપીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ નાઈફ મસાજ ઉપરાંત સાપથી થતી શરીરની મસાજના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
આધુનિક જીવનશૈલીના કારણે વધેલા માનસિક અને શારીરિક થાકને દૂર કરવા માટે લોકો મસાજ, સ્પા જેવી થેરાપીની મદદ લેતા હોય છે. આ થેરાપીમાં સૌથી વધારે પ્રચલિત આજકાલ નાઈફ મસાજ થઈ છે. આ થેરાપીમાં લોકોના ચહેરા પર ધારદાર ચાકૂથી મસાજ કરવામાં આવે છે. આ મસાજ સ્ત્રીઓ અને પુરુષો પણ કરાવે છે. માન્યતા છે કે ચાકૂથી મસાજ કરવાથી સ્નાયૂઓને રાહત મળે છે. આ ઉપરાંત મગજ પણ શાંત થાય છે અને શરીરને રાહત મળે છે.
મસાજ માટે ચાકૂની ધારને તેજ કરવામાં આવે છે અને આવી ધારદાર બે ચાકૂની મદદથી ચહેરા અને શરીરના ખાસ પોઈન્ટ પર મસાજ કરવામાં આવે છે. જો કે ચાકૂ સીધી સ્કીન પર લાગતી નથી. તેના માટે ખાસ કપડાને ચહેરા પર રાખવામાં આવે છે અને તેની ઉપર ચાકૂથી મસાજ કરવામાં આવે છે. જો કે આ થેરાપી 2000 વર્ષ જૂની છે. આ થેરાપીની મદદથી સ્નાયૂના દુખાવા, સ્કીન પ્રોબ્લેમ, સાંધાના દુખાવાની સારવાર કરવામાં આવે છે.
નાઈફ મસાજની જેમ જ સાપથી થતી મસાજનો વીડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયો હશે. આ થેરાપીમાં 50 કિલોનો સાપ શરીર પર છોડી દેવામાં આવે છે. આ સાપ લોકોના શરીર પર ફરતો રહે છે અને શરીરની મસાજ થાય છે. નિષ્ણાંતો માને છે કે સાંપના શરીરનું ઠંડું ટેમ્પરેચર અને વધારે વજન લોકોને રિલેક્સ કરવામાં મદદ કરે છે.