Get The App

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો

Updated: Feb 13th, 2020

GS TEAM


Google News
Google News
Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 1 - image

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

વેલેન્ટાઇન ડે પહેલા કપલ્સ કિસ ડે સેલિબ્રેટ કરે છે. આજે આપણે બોલિવુડના સૌથી લાંબા લિપલોક વિશે જાણીએ...

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 2 - imageસૌથી પહેલા વાત આવે છે, 19ના સમયની. ઇ.સ. 1933મા રિલીઝ થયેલી ફિલ્મ કર્મામા હિરોઇન દેવિકા રાની અને હિમાંશુ રાયના કિસિંગ સીને એ જમાનામા બધાને આશ્રર્યમા મૂકી દીધા હતા. જે કિસિંગ સીન 4 મિનિટ લાંબો છે. જે બોલીવુડના સૌથી લાંબા ટાઇમના કિસિંગ સીનમા ગણવામા આવે છે. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 3 - imageવર્ષ 1998મા રિલીઝ થયેલી ફિલ્મ દયાવાનમા વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતના લિપલોક સીન આજે પણ દર્શકોને યાદ છે. આ લિપલોક સીન ફિલ્મના સુપરહિટ સોંગ આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ..નો છે. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 4 - imageફિલ્મ રાજા હિંદુસ્તાની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ છે. ફિલ્મમા આમિર ખાન અને કરિશ્મા કપૂરનો કિસિંગ સીન ઘણો ચર્ચામા રહ્યો હતો. આ ફિલ્મ વર્ષ 1996મા રિલિઝ થઇ હતી. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 5 - imageધૂમ-2ના રિલિઝની સાથે જ તેમણે કેટલાય નવા રેકોર્ડ બનાવ્યા. આ ફિલ્મમા ઋત્વિક રોશન એક ચોરની ભૂમિકામા હતો. તેમની સાથે એશ્વર્યા રાયની જોડી જોવા મળી હતી. આ ફોટો બંન્નેના લિપલોકના સમયની છે. ધૂમ-2 વર્ષ 2006મા રિલિઝ થઇ હતી. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 6 - imageફિલ્મ જબ વી મેટમા શાહિદ કપૂર અને કરીના કપૂરની જોડી ઘણી ચર્ચામા રહી. ફિલ્મની વાર્તાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. શાહિદ અને કરીનાનો આ કિસિંગ સીન પણ ઘણો વાયરલ થયો હતો. જબ વી મેટ 2007મા રિલીઝ થઇ હતી. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 7 - imageવર્ષ 2013મા રિલીઝ થયેલી મોર્ડન લવ સ્ટોરી યે જવાની હે દીવાની સિલ્વર સ્ક્રીન પર સુપરહીટ રહી હતી. ફિલ્મમા રણબીર કપૂર અને દીપીકા પદુકોણ લીડ રોલમા જોવા મળ્યા હતા. આ બંન્નેનો લિપલોક સીન પણ આ ફોટામા જોવા મળે છે. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 8 - imageઆ લિપલોક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ જબ હેરી મેટ સેજલનો છે. ફિલ્મમા આ લિપલોક સીન શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા વચ્ચે હતો. ફિલ્મ 2017મા રિલિઝ થયેલી છે. 

અનુષ્કા શર્મા સાથે શાહરૂખ ખાનનો આ પહેલો લિપલોક સીન નહોતો. આ પહેલા શાહરૂખ ખાનએ યશ રાજ ચોપડાની ફિલ્મ જબ તક હે જાનમા કેટરીના કેફની સાથે એક કિસિંગ સીન શુટ કરવામા આવે છે.

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 9 - imageજોયા અખ્તરની ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાના આ કિસિંગ સીન કેટરીના કેફ અને ઋત્વિક રોશન વચ્ચે હતો. આ ફિલ્મ વર્ષ 2011મા રિલિઝ થઇ હતી. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 10 - imageમહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરમા ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતના ઇંન્ટિમેટ સીન કોણ ભૂલી શકે? ઇમરાન હાશ્મી અને મલ્લિકાના આ લિપલોક સીન ઘણા ચર્ચામા રહ્યા હતા. મર્ડર વર્ષ 2004મા રિલિઝ થઇ હતી.

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 11 - imageતનુ શ્રી દત્તા અને ઇમરાન હાશ્મી ફિલ્મ આશિક બનાયા આપનેમા જોવા મળ્યા હતા. બંન્નેનો આ લિપલોક સીન ઘણો ચર્ચામા રહ્યો હતો. આ ફિલ્મ 2005મા રિલિઝ થઇ હતી. 

Happy Kiss Day 2020: બોલિવુડના એ વાયરલ લિપલોક સીન જે આજે પણ દર્શકોને રહેશે યાદ... જુઓ તસવીરો 12 - imageવર્ષ 2016મા રિલિઝ થયેલી ફિલ્મ બેફ્રિકેમા રણવિર સિંહ અને વાણી કપૂરના લિપ લોક ચર્ચામા રહ્યા હતા. રણવીર અને વાણીની એક્ટિંગએ દર્શકોને ઘણી પસંદ કર્યા હતા. 


Tags :