આઈલાઈનર કરવી એ પણ છે એક કલા, આ ટીપ્સ કરશે મદદ
નવી દિલ્હી, 23 ઓગસ્ટ 2019, શુક્રવાર
ચહેરાની સુંદરતા વધારવા માટે હળવું કાજલ તો સૌ કોઈ કરે છે. પરંતુ આંખોને અતિસુંદર બનાવતી આઈલાઈનર દરેક યુવતી કરી શકતી નથી. કારણ કે આંખને આકર્ષક દેખાડવા માટે વધારે પડતા મેકઅપની જરૂર પડતી નથી. તેના માટે પરફેક્ટ રીતે કરેલી લાઈનર જ પૂરતી છે. જો કે આઈલાઈન કરવી એ પણ એક કલા છે. તમારે પણ જો પરફેક્ટ લાઈનર કરવી હોય તો કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી.
આંખનો મેકઅપ ચહેરાનો લુક બદલી દે છે. કાજલ કર્યા બાદ લાઈનર કરવામાં આવે તો આંખની સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. આજકાલ અલગ અલગ પ્રકારની લાઈનર કરવાનો ટ્રેંડ છે. સામાન્ય રીતે તે બ્લેક લાઈનરનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પાર્ટી કે અન્ય કોઈ ફંકશન હોય તો બ્લુ, બ્રાઉન જેવી કલરફુલ લાઈનર પણ કરવી જોઈએ.
1. લાઈનર પાપણના બહારના ખુણાથી લગાવવાની શરૂઆત કરવી. કારણ કે અંદરના ખૂણાથી લાઈનર લગાવશો તો તે જાડી થઈ શકે છે. તેનાથી ચહેરાનો લુક ખરાબ થઈ જશે.
2. લિક્વિડ લાઈનર કરતાં પેન્સિલ લાઈનરનો ઉપયોગ કરવો વધારે સારું પડે છે.
3. પાર્ટીમાં જવાનું હોય તો ગ્લિટર કે હળવા પેસ્ટલ શેડથી જાડી લાઈનર કરવાથી પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની જશો.
4. લાઈનર એવી યુઝ કરવી જે સ્કીન ટોન સાથે મેચ કરતી હોય. કોઈપણ કલરની લાઈનર ચહેરાને સૂટ કરે તો જ લગાવવી.
5. બ્રશનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવી. તેના માટે પાતળા લાઈનર બ્રશનો જ ઉપયોગ કરવો.