પરફ્યૂમ ખરીદતી વખતે આ વાતોને રાખો ધ્યાનમાં
અમદાવાદ, 12 ડિસેમ્બર 2018, બુધવાર
પરફ્યૂમ ખરીદતી વખતે લોકો તેની બ્રાંડ અને તેની સુગંધ પર જ ધ્યાન આપે છે. પરંતુ આ બંને વસ્તુ ઉપરાંત કેટલીક મહત્વની વાતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ. પરફ્યૂમની ખરીદી કરતી વખતે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી તે નીચે જણાવ્યાનુસાર છે.
1. પરફ્યૂમ ખરીદો ત્યારે તેને હાથ પર લગાવી અને ચેક કરી લેવું કે તે તમારી સ્કીનને સૂટ કરે છે કે નહીં. ઘણીવાર એવું બને છે કે પરફ્યૂમ લગાવ્યા બાદ ત્વચા પર બળતરા થવા લાગે.
2. પરફ્યૂમની બોટલ પર ઈડીપી અને ઈડીટી લખેલી હોય છે. તેના પરથી તમે જાણી શકો છો કે પરફ્યૂમની સ્મેલ કેટલો સમય સુધી ટકી રહેશે. ઈડીપીવાળા પરફ્યૂમની સુગંધ લાંબો સમય ટકી રહે છે. એટલે જે બોટલ પર ઈડીપી લખેલું હોય તેને ખરીદવાનો આગ્રહ રાખવો.
3. પરફ્યૂમ લેતા પહેલા પણ એક્સપાયરી ડેટ ચેક કરી લેવી. એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવા પરફ્યૂમનો ઉપયોગ કરવાથી સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે.
4. પરફ્યૂમ લેવા જવાનું હોય ત્યારે તેની પસંદગી કરતી વખતે કોફી બીન્સ સુંધવાનો આગ્રહ રાખવો જેથી તમને યોગ્ય પરફ્યૂમ પસંદ કરવામાં મદદ મળશે.