Get The App

પોષણથી ભરપૂર ફણસમાંથી આ રીતે બનાવો કબાબ, નોંધી લો રેસિપી

Updated: May 27th, 2019

GS TEAM

Google News
Google News
પોષણથી ભરપૂર ફણસમાંથી આ રીતે બનાવો કબાબ, નોંધી લો રેસિપી 1 - image


અમદાવાદ, 27 મે 2019, સોમવાર

ફણસમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેમાં ફેટ જરા પણ નથી હોતું. ફણસ હૃદયની બીમારીનું જોખમ પણ દૂર કરે છે. પ્રચુર માત્રામાં પાણી અને ફાયબર હોવાના કારણે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભુખ ન લાગવાથી ડાયટ પણ બરાબર રહે છે. વજન ઘટાડવા માટે ફણસ ખાવું બેસ્ટ વિકલ્પ છે. ફણસને આમ તો અલગ અલગ રીતે ખાઈ શકાય છે પરંતુ આજે તમને એક ટેસ્ટી કબાબની રેસિપી અહીં દર્શાવવામાં આવી છે. આ રેસિપી જીભના સ્વાદ અને શરીરના સ્વાસ્થ્ય માટે બેસ્ટ સાબિત થશે. 

સામગ્રી

750 ગ્રામ ફણસ

3 ડુંગળી ઝીણી સમારેલી

લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ

ફુદીનો ઝીણો સમારેલો

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી શેકેલું જીરું

1 ચમચી ધાણાજીરું

નમક સ્વાદાનુસાર

તેલ તળવા માટે

રીત

ફણસને ટુકડા કરી બાફી લો. બાફેલું ફણસ ઠંડુ થાય એટલે તેમાંથી પાણી કાઢી અને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં તેલ સિવાય ઉપર દર્શાવેલી દરેક સામગ્રી ઉમેરો અને તેને બરાબર રીતે મસળી મિક્ષ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી 30 મિનિટ સુધી ઢાંકી રાખો. ત્યારબાદ તેમાંથી નાના નાના કબાબ બનાવો અને તેને ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લો. કબાબ બરાબર તળાઈ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો. 



Tags :