બેઠકખંડમાં ઝૂલતો હિંડોળો ગુજરાતી ઘરોની શાન
આજકાલ ઘરના દરવાજે ગણપતી બેસાડવાનો ટ્રેન્ડ પણ આગળ વધી રહ્યો છે. આગંતૂકનું ધ્યાન ગણપતિની પ્રતિમા પર પડે તે માટે ઘણા લોકો દરવાજાની સામેની દીવાલ પર ગણપતિનું કલાત્મક વૉલ-પીસ લગાડે છે
મોટાભાગના ગુજરતાના ઘરોમાં હિંચકાને ઈન્ટિરિયર ડેકોરેશનનો મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને ઈન્ટિરીયર ડેકોરેટર ડિઝાઈન બનાવે તે પૂર્વે જ તેને આ ઈચ્છા જણાવી દેવામાં
આવે છે, એમ ઈન્ટિરીયર ડિઝાઈનર ધ્વની પટેલે કહ્યું હતું. હિંચકે બેસી પુસ્તક વાંચવાની કે સંગીત સાંભળવાની અનેરી મજા આવે છે. આપણને એમ થાય કે, નવા કન્સ્ટ્રક્શનમાં ફ્લેટના બેઠકખંડ નાના હોય તેમાં વળી હિંચકા લગાડાય તો હરવા-ફરવાની જગ્યા ક્યાં રહે? પરંતુ ધ્વનીએ જણાવ્યું હતું કે, યોગ્ય રીતે ઈન્ટિરીયરની ડિઝાઈન બનાવવામાં આવે તો હિંચકાને સહેલાઈથી સમાવી શકાય છે અને લોકો સમાવે પણ છે.
આજના સમયે હિંચકે હિંચકતાં ઘરના વડીલ સંતાનો સાથે ગોઠડી કરતાં જોવા મળે તે દ્દશ્ય માત્ર કલ્પના પૂરતું નથી રહ્યું. આજે ઉપનગરોમાં વસતાં ઘણા ગુજરાતી ઘરોના બેઠકખંડમાં ઝુલા એટલે કે હિંચકા જોવા મળે છે. ઘરના વડીલો હિંચકે બેસીને નિવૃત્તિનો આનંદ માણે છે.
મોટાભાગના ગુજ્જુ ઘરોમાં હિંચકાને ઈન્ટિરિયર ડેકોરેશનનો મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને ઈન્ટિરીયર ડેકોરેટર ડિઝાઈન બનાવે તે પૂર્વે જ તેને આ ઈચ્છા જણાવી દેવામાં આવે છે, એમ ઈન્ટિરીયર ડિઝાઈનર ધ્વની પટેલે જણાવ્યું હતું. હિંચકે બેસી પુસ્તક વાંચવાની કે સંગીત સાંભળવાની અનેરી મજા આવે છે, એમ ૫૫ વર્ષના અશ્વીનભાઈએ જણાવ્યું હતું.
આપણને એમ થાય કે, નવા કન્સ્ટ્રક્શનમાં ફ્લેટના બેઠકખંડ નાના હોય તેમાં વળી હિંચકા લગાડાય તો હરવા-ફરવાની જગ્યા ક્યાં રહે? પરંતુ અવનીએ જણાવ્યું હતું કે, યોગ્ય રીતે
ઈન્ટિરીયરની ડિઝાઈન બનાવવામાં આવે તો હિંચકાને સહેલાઈથી સમાવી શકાય છે. કદાચ, તેની લંબાઈને થોડી નાની કરવી પડે. પરંતુ વાંધો આવતો નથી. હિંચકો લગાડવાથી ઘરની રોનક બદલાઈ જાય છે, એવો મત મોટાભાગના લોકોએ વ્યક્ત કર્યો હતો.
તે જ પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો ખોલતાં આગંતૂકનું ધ્યાન ગણપતિની પ્રતિમા પર પડે તે માટે ઘણા લોકો દરવાજાની સામેની દીવાલ પર ગણપતિનું કલાત્મક વૉલ-પીસ કે દીવાલ
પર લગાડવાની પ્રતિમા રાખે છે. આનાથી વિધ્નેશ્વર ઘરની રક્ષા કરે છે તથા ઘરનો દરવાજો ખોલતાં મન પ્રફુલ્લિત થઈ જાય છે, એમ મોના ગાંધીએ તેના ઘરના પ્રવેશદ્વાર સામે મૂકેલી ગણેશની પ્રતિમા દર્શાવતા કહ્યું હતું.
આજે ધાર્મિક માન્યતા ઉપરાંત પણ ગણપતિની મૂર્તિ ઘરના સુશોભનમાં મહત્ત્વની ગણાય છે અને મોટાભાગના લોકો તેને શુભફળદાયી ગણીને ઘરની શોભા વધારે છે. આજકાલ ઘરના
દરવાજે જાળી બેસાડવાનો ટ્રેન્ડ પણ આગળ વધી રહ્યો છે. પરાંના મોટાભાગના કોમ્પ્લેક્સમાં આવેલા ઘરોમાં દરવાજા અને બારી પર લોખંડની જાળી લગાડવામાં આવે છે અને પ્રત્યેક જાળીની ડિઝાઈન જુદી જુદી હોય છે.
આમ ઘરમાં હિંચકા, ગણેશ પ્રતિમા અને જાળી-સુંદરતા, ધાર્મિકતા અને સુરક્ષાનો ત્રિવેણી સંગમ ગણાય છે. ઘરમાં ગણપતિ એ શુકનનું નિશાન પણ ગણાય છે.