Get The App

કેન્સરનું જોખમ ઘટાડતી જાપાનની સુપર માચા ટી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
Matcha Tea Benefits


Matcha Tea Benefits: માચા ટી જાપાનનું એક લોકપ્રિય પીણું છે, પરંતુ હવે તે માત્ર જાપાનમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. માચા ટી તેના પોષક તત્ત્વો અને અદ્ભુત ફાયદાઓને કારણે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. માચામાં ઘણાં પ્રકારના પોષક તત્ત્વો હોય છે, જેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, કેફીન, એલ-થીનાઇન, વિટામિન્સ, ફાઇબર અને ક્લોરોફિલનો સમાવેશ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) અનુસાર, માચા ટીમાં કેટલાક ખાસ એન્ટિઓક્સિડન્ટ્સ અને પોષક તત્ત્વો હોય છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

માચા ટી શું છે?

માચા એક પ્રકારની ગ્રીન ટી છે, જે જાપાનમાં પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તેમાં ચાના પાંદડાને પીસીને બારીક પાવડર બનાવવામાં આવે છે અને તેને સીધા પાણી અથવા દૂધમાં મિશ્ર કરીને પીવામાં આવે છે. આ પ્રક્રિયાથી ચાના પોષક તત્ત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ સીધા શરીરમાં પહોંચે છે.

કેન્સરથી સુરક્ષા

NIHના સંશોધન મુજબ, માચામાં રહેલા કેટેચિન્સ અને એલ-થિયાનીન જેવા તત્ત્વો ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરીને કોષોને થતાં નુકસાન અટકાવે છે. આ તત્વો રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

માચા ટીના અન્ય સ્વાસ્થ્ય લાભ

વજન નિયંત્રણમાં મદદરૂપ: માચામાં રહેલા પોલિફીનોલ્સ મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડિટોક્સિફિકેશન: માચા શરીરના હાનિકારક ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં અસરકારક છે.

સ્ટ્રેસ ઓછો કરે છે: તેમાં રહેલું એલ-થિયાનીન મગજમાં સેરોટોનિન અને ડોપામાઇનના સ્તરને સંતુલિત કરે છે, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે.

આ પણ વાંચો: કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવશે આ ફળો, પેટ દર્દમાં પણ મળશે રાહત

માચા ટી પીવાની સાચી રીત

માચા ટીને યોગ્ય રીતે પીવું ખૂબ જ જરૂરી છે, જેથી તેના બધા પોષક તત્ત્વો શરીરમાં અસરકારક રીતે જાય. એક ચમચી માચા પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. તેમજ માચા ખાંડ વગર પીવી સ્વાસ્થ્ય માટે વધુ સારી છે. અઠવાડિયામાં 3-4 વાર માચા પીવાથી તેના ફાયદા વધુ સારી રીતે જોવા મળે છે.

કેન્સરનું જોખમ ઘટાડતી જાપાનની સુપર માચા ટી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો 2 - image

Tags :