outdoor રમતોથી થાય છે શારીરિક, માનસિક વિકાસ, જાણો તેનાથી થતા લાભ
અમદાવાદ, 6 જૂન 2019, ગુરુવાર
આજકાલ તો બાળકો તેનો સમય સૌથી વધારે કોમ્યૂટર, ટીવી અને ફોન પાછળ પસાર કરે છે. ઘરમાં આરામથી સૂતા સૂતા જ બાળકો ઓનલાઈન રમતો રમી ટાઈમ પાસ કરે છે. આ સ્થિતીમાં તેઓ અન્ય બાળકો સાથે હળીમળીને રમી શકતા નથી અને સાથે જ તેમનો શારીરિક અને માનસિક વિકાસ પણ અટકી જાય છે. જી હાં આઉટડોર ગેમ્સનો સારો પ્રભાવ બાળકો પર પડતો હોય છે આ વાત એક અધ્યયનમાં સ્પષ્ટ થઈ છે. બાળકો જ્યારે ટીમ સાથે રમાતી રમતો રમે છે ત્યારે તેમની શારીરિક ગતિવિધિઓથી તે ફીટ રહે છે. જો કે આજની સ્થિતીમાં આ જરૂરીયાત યુવાનોની પણ છે.
જો કે બાળકો બહાર રમતો રમે તેમાં એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે કેટલી શારીરિક સક્રિયાત સારી જીવનશૈલી માટે જરૂરી છે. બાળકોના નજીકના લોકો માને છે કે જ્યાં સુધી બાળકોને પરસેવો ન થાય, તે થાકે નહીં, શ્વાસ ન ચડે ત્યાં સુધી તેમનો શારીરિક શ્રમ પર્યાપ્ત નથી. પરંતુ નિષ્ણાંતો માને છે તે શારીરિક ગતિવિધિ માટે પણ યોગ્ય સમય હોવો જોઈએ. બાળકોને રોજ એક નિયત સમયે બહાર લાવો, તેને શારીરિક શ્રમ પડે તેવી રમતો રમાડો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર બાળકોએ એક દિવસમાં મુખ્ય રીતે 1 કલાક એરોબિક ગતિવિધિ કરવી જોઈએ. આ પ્રવૃતિમાં 20થી 30 મિનિટ સ્પોર્ટ્સ એક્ટિવીટી હોય તે પણ જરૂરી છે.