Get The App

હીરાના ઘરેણાથી સજ્જ ઈશા અંબાણી બની દુલ્હન, જાણો તેના લુકની મહત્વની વાતો

Updated: Dec 13th, 2018

GS TEAM

Google News
Google News
હીરાના ઘરેણાથી સજ્જ ઈશા અંબાણી બની દુલ્હન, જાણો તેના લુકની મહત્વની વાતો 1 - image


મુંબઈ, 13 ડિસેમ્બર 2018, ગુરુવાર

ઈશા અંબાણીના લગ્નની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી થઈ રહી હતી. દેશના ટોચના ઉદ્યોગપતિની એકમાત્ર દીકરીના ભવ્ય લગ્ન જોવાની રાહ સૌ કોઈ જાણે જોઈ રહ્યા હતા. દેશ વિદેશના અનેક મહેમાનો આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ શાનદાર આયોજન વચ્ચે આકર્ષણનું કેન્દ્ર ઈશા અંબાણી હતી. ઈશાના દુલ્હન લુકથી લગ્નના શાનદાર આયોજનમાં ચારચાંદ લાગી ગયા હતા.

હીરાના ઘરેણાથી સજ્જ ઈશા અંબાણી બની દુલ્હન, જાણો તેના લુકની મહત્વની વાતો 2 - image

ઈશા અંબાણીના લગ્નની તસવીરો જ્યારે સામે આવી તો સૌ કોઈ તેના લુકની જ ચર્ચા કરતાં જોવા મળ્યા. ઈશા પેસ્ટલ રંગના લહેગામાં સજ્જ અપ્સરા સમાન જોવા મળી હતી. આ પોષાક સાથે તેણે હેવી ડાયમંડ જ્વેલરી પહેરી હતી. ઈશાના દુલ્હન લુકમાં તેના આઈ મેકઅપથી ચારચાંદ લાગ્યા હતા. ઈશાની સુંદરતામાં વધારો તેણે પહેરેલી નથએ કર્યો હતો. ડાયમંડની ચમકતી નથએ ઈશાની સુંદરતાને નીખારી હતી. 

હીરાના ઘરેણાથી સજ્જ ઈશા અંબાણી બની દુલ્હન, જાણો તેના લુકની મહત્વની વાતો 3 - image

ઈશા અંબાણી અને આનંદ પીરામિલના વેડિંગ આઉટફીટનું કલર કોમ્બિનેશન મેચ કરતું હતું. તેના પરથી કહી શકાય તે આ કપલએ પણ અન્ય સ્ટાર કપલની જેમ પોતાના લગ્નના આઉટફીટ પર સાથે મળીને તૈયારી કરી હશે. 


Tags :