તો શું કૈપ્સૂલનું કવર પ્લાસ્ટિકનું બનેલુ હોય છે? આ દવા શરીરને શું કરે છે નુકશાન?
Image:freepik
નવી દિલ્હી,તા. 27 નવેમ્બર 2023, સોમવાર
મોટા ભાગના લોકો બીમાર પડે ત્યારે ડૉક્ટર પાસે જઇને દવા કરાવે છે. ડોક્ટર કેટલીક દવા બહારથી રેફર કરે છે . આ દવાઓમાં કેટલીક કેપ્સ્યુલ્સ પણ હોય છે. કેપ્સ્યુલને જોઈને આપણા મનમાં પ્રશ્ન આવે છે કે શું તેનું કવર પ્લાસ્ટિકનું બનેલું છે? આનાથી આપણા શરીરને કોઈ નુકસાન નહીં થાય ને? તો જાણીએ કેપ્સ્યુલ શેમાંથઈ બને છે અને તેને ખાવાથી નુકશાન થાય કે નહીં?
કેપ્સ્યુલ શેમાંથી બને છે?
કેપ્સ્યુલ્સ કોઈપણ આકાર અને રંગના હોઈ શકે છે. કેટલાક ખૂબ નાના તો કેટલાક મોટા છે. દરેક કેપ્સ્યુલની અંદર દવા ભરવામાં આવે છે. આ કેપ્સ્યુલ્સમાંની દવા ઘન સ્વરૂપમાં, પાવડર અથવા પ્રવાહીમાં હોઈ શકે છે પણ દવા ગમે તે હોય, ઉપર પાતળું આવરણ હોય છે. ઘણીવાર લોકોને ખબર હોતી નથી કે, આ કવર બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કવર માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. તેના બદલે, જિલેટીન HPMC જેવા સલામત રસાયણોમાંથી બનાવવામાં આવે છે.
આ આવરણ કેપ્સ્યુલની અસલી સામગ્રીને બાહ્ય વાતાવરણ અને પેટના એસિડથી સુરક્ષિત કરે છે અને તેને શરીરમાં સરળતાથી દ્રાવ્ય બનાવે છે. આ ઘટકો શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી. એટલે કે, કેપ્સ્યુલના આવરણથી શરીરને કોઈ નુકસાન થતું નથી.
કેવી રીતે તૈયાર થાય છે ?
આ જિલેટીન મુખ્યત્વે પ્રાણીઓના હાડકાં અને અંગોમાંથી મેળવવામાં આવે છે અને પછી તેને ચોક્કસ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. જિલેટીન હાડકાં અને અવયવોને ઉકાળીને મેળવવામાં આવે છે. પછી પ્રક્રિયા દ્વારા તેને ચમકદાર અને લચીલું બનાવવામાં આવે છે. જો કે, કેપ્સ્યુલ કવર માત્ર જિલેટીનમાંથી જ બનાવવામાં આવતું નથી પરંતુ કેટલાક કેપ્સ્યુલ્સનું કવર સેલ્યુલોઝમાંથી પણ બનાવવામાં આવે છે. આ કેપ્સ્યુલ્સ વેજેટેરિયન હોય છે. કોઈપણ તેને ખાઈ શકે છે.